બિહાર,
ત્રણ વર્ષ બાદ વધુ એકવાર બૌધ ધર્મના પવિત્રસ્થળ બિહારના બોધગયા સ્થિત મહાબોધિ મંદિરને બોમ્બથી ઉડાવવાની કોશિશને નાકામ કરવામાં આવી છે. બોધગયા સ્થિત મહાબોધિ મંદિરના દરવાજા પાસેથી શુક્રવારે રાત્રે ૧૦ કિલોના ૨ વિસ્ફોટક બોમ્બ મળી આવ્યા હતા. ત્યારબાદ સુરક્ષા અર્થે મંદિર સહિત સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. અને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. જયારે બીજી બાજુ એક ભયાનક કાવતરાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કુલ ૪ જેટલા વિસ્ફોટકો મળી આવ્યા છે. સમગ્ર ઘટના પર એસએસપી ગરિમા મલિકે કહ્યું હતું કે, મળી આવેલ વિસ્ફોટકમાં ૧૦-૧૦ કિલોના ૨ બોમ્બ છે. સુરક્ષા એજન્સી દ્વારા આ બંને બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે અને હાલમાં આ વિસ્ફોટકો ઉપર તપાસ ચાલી રહી છે.
Bihar: Visuals from Gaya's Mahabodhi Temple, suspicious object was found at one of the emergency gates of the temple, last night. The Dalai Lama is staying at the nearby Buddhist Monastery. pic.twitter.com/dedhw89Kw5
— ANI (@ANI) January 20, 2018
ઉલ્લેખનીય છે કે, બોધીગયા મંદિરમાં વિશેષ પૂજા ચાલી રહી હતી ત્યારે આ પૂજાનો લાભ લેવા ધર્મગુરુ દલાઈ લામા અને રાજ્યપાલ સત્યપાલ મલિક પણ તેમના પરિવાર સાથે આવ્યા હતા.
મહત્વનું છે કે, વર્લ્ડ હેરિટેજ મહાબોધિ મંદિરના ગર્ભગૃહની આસપાસ હથિયારો સાથે પ્રવેશ પર પ્રતિબંધ છે. આ કારણે મંદિરના ઘણા સ્થાનો પાસે બોર્ડર બનાવી દેવામાં આવી છે. પરંતુ ત્યારબાદ પણ આટલા ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં મંદિરના પરિસરમાં આ બોમ્બ ક્યાંથી આવ્યા તે અંગે વિસ્તુત તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ ત્રણ વર્ષ બાદ વધુ એકવાર બોમ્બ મળવાની ઘટના બાદ સુરક્ષા અંગે પણ અનેક સવાલો ઉભા ઉભા થયા છે.
