Enforcement directorate (ed)/ PMC બેંક કૌભાંડ મામલે EDએ સંજય રાઉતની પત્નીની કરી પૂછપરછ, જાણો શું છે આખો મામલો?

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ સોમવારે પીએમસી બેંક કૌભાંડમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતની પૂછપરછ કરી હતી. આ સમય દરમિયાન, તપાસ

Top Stories India

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ સોમવારે પીએમસી બેંક કૌભાંડમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતની પૂછપરછ કરી હતી. આ સમય દરમિયાન, તપાસ એજન્સીએ વર્ષા રાઉતને આ કૌભાંડને લગતા અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા હતા. ઇડીએ તાજેતરમાં વર્ષા રાઉતને પૂછપરછ માટે બોલાવ્યા હતા, ત્યારબાદ સંજય રાઉતે એજન્સી પર વાક પ્રહાર કર્યો હતો. તેમણે એજન્સી પર ભાજપના સૂચનો પર કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો હતો. 

શું છે આ આખો મામલો

વર્ષા રાઉત તપાસમાં જોડાવા માટે બપોરે દક્ષિણ મુંબઈની ઇડીની ફોર્ટ ઓફિસ પહોંચ્યા હતા. આ સમગ્ર મામલાની તપાસ દરમિયાન પ્રવીણ રાઉત સાથે સંકળાયેલા ખાતા સ્કેન કરતી વખતે કેટલાક શંકાસ્પદ વ્યવહાર બહાર આવ્યા હતા. પ્રવીણ સંજય રાઉતનો મિત્ર છે અને હાઉસિંગ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (એચડીઆઈએલ) ની સબસિડિયરી ગુરુશિષ કન્સ્ટ્રક્શન્સ પ્રાઇવેટ લિમિટેડનો ભૂતપૂર્વ ડિરેક્ટર છે. પ્રવીણ રાઉત પર પીએમસી બેંક તરફથી 6,670 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. પીએમસી બેંક કેસ અને એચડીઆઈએલની સંડોવણીની તપાસ દરમિયાન ઇડીએ વિવિધ વ્યક્તિઓ સાથે “સક્રિય કાવતરું અને સહયોગ” દ્વારા પ્રવીણ રાઉત પાસેથી એચડીઆઈએલ દ્વારા 95 કરોડ રૂપિયા સોધી કાઢ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કેમ વર્ષા રાઉતેની પુછપરછ થઇ રહી છે

પ્રવીણ રાઉતે તેની પત્ની માધુરીને 1.6 કરોડ રૂપિયા આપ્યા હતા જ્યાંથી ગુનો શરૂ થયો હતો. ત્યારબાદ માધુરીએ વર્ષા રાઉતે 2010 અને 2011 માં 55 લાખ રૂપિયા વ્યાજ વસૂલ કર્યા વિના આપ્યા હતા. ઇડીએ જણાવ્યું કે આ રકમ વર્ષા રાઉતે દાદરમાં ફ્લેટ ખરીદવા માટે ઉપયોગમાં લીધી હતી. તે જ સમયે, તપાસમાં બહાર આવ્યું કે વર્ષા રાઉત અને માધુરી અવની કન્સ્ટ્રક્શનમાં ભાગીદાર છે. 12 લાખની રકમ હજી બાકી છે. ઇડીના અધિકારીઓ આ વ્યવહારો અંગે વર્ષા રાઉતની પૂછપરછ કરવા માગે છે. 

વર્ષા રાઉત એચટી ફોટો

પ્રવીણેની આટલી સંપત્તિ ઇડીએ ટાંચમાં લીધી છે.

પીએમસી બેંક કૌભાંડ કેસમાં 72 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પહેલા જ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પ્રવીણ રાઉતની 72 કરોડની સંપત્તિ ટાંચમાં લઇ ચૂકી છે. પ્રવીણને ફેબ્રુઆરીમાં મુંબઇ પોલીસની આર્થિક ગુનાની વિંગ (EW) દ્વારા 1,034 કરોડ રૂપિયાના ફરીથી વિકાસ ફ્રોડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્ર હાઉસિંગ અને એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) એ ફરિયાદી છે.

શું કહ્યં રાઉતે

આપને જણાવી દઇએ કે પીએમસી બેંક કેસમાં ઇડીની મની લોન્ડરિંગ તપાસ સપ્ટેમ્બર 2019 ની મુંબઇ ઇડબ્લ્યુની એફઆઈઆર પર આધારિત છે, જે એચડીઆઈએલ, તેના પ્રમોટરો રાકેશ વધવન અને સારંગ વાધવન, બેંકના પૂર્વ અધ્યક્ષ વરિયમ સિંઘ અને મેનેજિંગ ડિરેક્ટર જોય થોમસ અને કેટલાક અન્ય આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે. 

અમે કોઈથી ડરતા નથી: સાંસદ સંજય રાઉત
અગાઉ, વર્ષા રાઉતેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)માંથી સમન મેળ્યા બાદ શિવસેનાના સાંસદ સંજય રાઉત ગુસ્સે થયા હતા. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અમે કોઈથી ડરવાનો નથી. રાઉતે કહ્યું હતું કે મહિલાઓને નિશાન બનાવવું એ કાયરતા છે. શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ઘરની મહિલાઓને  લક્ષ્ય બનાવવું એ કાયરતા છે. અમે કોઈથી ડરતા નથી અને માંગ પ્રમાણે જ જવાબ આપીશું. ઇડીને કેટલાક કાગળો જોઈએ, જે અમે સમયસર સબમિટ કર્યા છે. ” 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…