Not Set/ બાંગ્લાદેશે PNGને 84 રનથી હરાવીને સુપર-12માં પ્રેવશ કર્યો

બાંગ્લાદેશની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં તેમણે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 181 રન કર્યા છે. જેના જવાબમાં પાપુઆ ન્યૂ ગિની 19.3 ઓવરમાં 97 રનમાં ઓલઆઉટ થઈ ગઈ

Top Stories Sports

ક્વોલિફાયિંગ રાઉન્ડની મેચમાં બાંગ્લાદેશે 84 રનથી પાપુઆ ન્યૂ ગિનીને હરાવ્યું હતું. આ મેચમાં શાકિબ અલ હસન ઓલરાઉન્ડ પ્રદર્શન દાખવી બાંગ્લાદેશને જીત અપાવી હતી. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં તેમણે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 181 રન કર્યા છે. જેના જવાબમાં પાપુઆ ન્યૂ ગિની 19.3 ઓવરમાં 97 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ મેચમાં ટોસ જીત્યા પછી બાંગ્લાદેશની ટીમની શરૂઆત સારી રહી નહોતી. ટીમે 0 રનના સ્કોર પર મોહમ્મદ નઈમની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યારપછી લિટન દાસ અને શાકિબ વચ્ચે 50 રનની પાર્ટનરશિપ સાથે બાંગ્લાદેશની ટીમ લયમાં આવી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે પાવરપ્લે પછી પણ બાંગ્લાદેશે 8થી 14 ઓવર દરમિયાન 3 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી.

આ મેચમાં શાકિબ અલ હસને 37 બોલમાં 46 રન કર્યા હતા. વળી તેની સાથે મહમદુલ્લાહે 28 બોલમાં 50 રન કરી ટીમને એક સારા ટોટલ સુધી દોરી જવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેવામાં બાંગ્લાદેશના આફિફ હુસેન (21) અને મોહમ્મદ સૈફુદ્દીને (19) વિસ્ફોટક ઈનિંગ રમી 181 રન કર્યા હતા.

બાંગ્લાદેશે આપેલા 182 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી પાપુઆની ખરાબ શરૂઆત થઈ હતી. તેની ટીમે 29 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવીને મેચમાં જીતવાની આશા જ ગુમાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આમાં શાકિબે બેટિંગ સાથે બોલિંગમાં પણ સારું પ્રદર્શન દાખવ્યું હતું. આ દરમિયાન તેણે 4 ઓવરમાં 9 રન આપી 4 વિકેટ લીધી હતી. તથા 46 રનની ઈનિંગ રમીને તેણે પ્લેયર ઓફ ધ મેચનું ટાઈટલ જીત્યું હતું.