Not Set/ અમેરિકા: 15 વર્ષના વિદ્યાર્થીએ કર્યું સ્કૂલમાં ફાયરીંગ, 2ના મોત

અમેરિકના કેન્ટુકી રાજ્યમાં એક સ્કૂલમાં ફાયરીંગ થયાની ખબર મળી રહી છે, ફાયરીંગ એક સ્કૂલના 15 વર્ષના  વિદ્યાર્થીએ કરી હતી. આ ઘટનામાં બે વિધાર્થીઓના મોત થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે. ફાયરીંગનો અવાજ સાંભળતાં જ બાળકોએ સ્કૂલમાં ભાગદોડ કરી દીધી, કેટલાક વિધાર્થીઓ ગાડીઓ પર છલાંગ લગાવી દીધી હતી. તો કેટલાક વિધાર્થીઓ ૧ કિલોમીટર સુંધી […]

World

અમેરિકના કેન્ટુકી રાજ્યમાં એક સ્કૂલમાં ફાયરીંગ થયાની ખબર મળી રહી છે, ફાયરીંગ એક સ્કૂલના 15 વર્ષના  વિદ્યાર્થીએ કરી હતી. આ ઘટનામાં બે વિધાર્થીઓના મોત થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે.

ફાયરીંગનો અવાજ સાંભળતાં જ બાળકોએ સ્કૂલમાં ભાગદોડ કરી દીધી, કેટલાક વિધાર્થીઓ ગાડીઓ પર છલાંગ લગાવી દીધી હતી. તો કેટલાક વિધાર્થીઓ ૧ કિલોમીટર સુંધી ફાયરીંગથી બચવા માટે દોડી ગયા હતાં.

વિધાર્થીઓ બચવા માટે ભાગીને મૈકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં શરણ લીધી હતી,  મૈકડોનાલ્ડ રેસ્ટોરન્ટના માલિકે કહ્યું કે, વિધાર્થીઓ બૂમો પાળતાં હતાં અને તે લોકો આમતેમ બચવા માટે ભાગી રહ્યાં હતાં.

ઘટનાની જાણ થતાં જ ત્યાં પોલીસ અને એમ્બ્યુલન્સનો મોટો કાફલો આવી પહોંચ્યો હતો. વિધાર્થીઓના વાલીઓને આ ઘટનાની જાણ થતાં તેઓ પોતપોતાના બાળકોને શોધવા લાગ્યાં હતાં. એક છોકરીની ઘટના જ સ્થળે મોત થઈ ગઈ હતી. અને બીજા એક છોકરાને હોસ્પિટલમાં પહોંચાડતી વખતે જ તેને દમ તોડી દીધો હતો.


પોલીસે જણાવ્યું કે, કોલ્ડવેલ માર્શલ કાઉંટી હાઈસ્કૂલમાં મંગળવાર સવારે 8 વાગે એક વિધાર્થીએ હેંડગનથી ફાયરીંગ કરી હતી. લગભગ 14 છાત્રોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પોલસે વિધાર્થીની ઓળખાણ સાર્વજનિક નથી કરી. પણ તેના ઉપર હત્યાનો ગુનો દાખલ કરવામાં આવશે.