દિલ્લી,
આજે જાન્યુઆરી મહિનાનો છેલ્લો રવિવાર હતો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વાર દેશભરના લોકો સાથે રેડિયો પર મન કી બાત કરી હતી. મન કી બાત દરમિયાન તેઓએ સૌપ્રથમ મહિલા સશક્તિકરણનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે એક પુત્રી ૧૦ પુત્રની બરોબર છે. આ વાતચીત દરમિયાન તેઓએ કલ્પના ચાવલા ઉપરાંત દક્ષિણ રાજ્ય કેરળમાં માત્ર ૧ ઝુપડીમાં રહેતા એક સમાજસેવી મહિલાનો પણ ઉલ્લેખ કર્યો હતો તેઓનું નામ છે “લક્ષ્મીકુટ્ટી કલ્લાર”.
લક્ષ્મીકુટ્ટી કલ્લાર હકીકતમાં એક આદિવાસી મહિલા છે અને તેઓ ગાઢ જંગલમાં એક નાનકડી ઝુપડીમાં રહે છે. તેઓને જંગલની જડીબુટ્ટીઓમાંથી ઈલાજ માટે ઉપયોગી દવાઓ બનાવી છે તે સાપ કરડયા બાદ માટે જરૂરી ઉપચાર છે. લક્ષ્મીકુટ્ટી નામના આ આદિવાસી મહિલા આ હર્બલ દવાઓથી વર્ષોથી સતત પોતાની જાણકારી પ્રમાણે સમાજસેવા કરી રહ્યા છે. ત્યારે આ ગુમનામ સમાજસેવી મહિલાને આ વર્ષે પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવાના આવશે. તેઓ આ સેવા સાથે કવયિત્રી અને કેરલ લોકસાહિત્ય એકેડમીમાં એક શિક્ષક તરીકે પણ ભૂમિકા ભજવે છે.
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ, તેઓને જંગલના દાદીમાં પણ કહેવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે, લક્ષ્મીકુટ્ટી નામના આ સમાજસેવી આત્યાર સુધી ૫૦૦ લોકોની ઈલાજ કરી ચુક્યા છે. આ પહેલા તેમની સમાજસેવી કાર્યોના કારણે ૧૯૯૫માં કેરલ સરકાર દ્વારા તેઓને નટ્ટ વૈદ્ય રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓને એક ઓળખાણ મળી હતી.
