National News : મહિલા અનામત અને સીમાંકન બિલને (Women Reservation Bill )લઈને રાજકીય ચર્ચા તેજ બની છે. ચોમાસુ સત્ર અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યા બાદ 100 દિવસ વીતી ગયા હોવા છતાં શિયાળુ સત્રની તારીખો જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ, મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા માટે વિશેષ સંસદ સત્ર (Special Parliament Session)બોલાવવામાં આવશે કે કેમ તે અંગે પણ સસ્પેન્સ યથાવત છે.
કોંગ્રેસે આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ સવાલ ઉઠાવ્યો છે કે શિયાળુ સત્રમાં વિલંબ કેમ થઈ રહ્યો છે અને સરકાર સત્ર ક્યારે બોલાવશે? કોંગ્રેસની માંગ છે કે લોકસભાની હાલની બેઠકોમાં વધારો કર્યા વિના મહિલા અનામત લાગુ કરવામાં આવે.
બે તૃતીયાંશ બહુમતી માટે 360 મત જરૂરી
સીમાંકન અને મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલ (Women Reservation Bill )પસાર કરવા માટે લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી (Lok Sabha Majority)જરૂરી છે. હાલ લોકસભામાં 540 સભ્યોના આધારે આ આંકડો 360 થાય છે. NDA પાસે હાલમાં 319 સાંસદોનું સમર્થન (NDA MPs)હોવાનું જણાવવામાં આવે છે. એટલે સરકારને બે તૃતીયાંશ બહુમતી સુધી પહોંચવા માટે વધુ 41 સાંસદોના મતની જરૂર પડશે.
NDAના સમર્થનમાં ભાજપના 241, NCPના 20, TDPના 16, શિવસેના (શિંદે જૂથ)ના 13, JDUના 12, LJP (રામવિલાસ)ના 5, JDS, જનસેના અને RLDના 2-2 સાંસદો સહિત અન્ય પક્ષોના સભ્યોનો સમાવેશ થાય છે.
શરદ પવાર જૂથના સમર્થનથી કેટલી નજીક પહોંચશે?
સરકારની સંખ્યા વધારવા માટે NCPના શરદ પવાર જૂથના 8 સાંસદોનું સમર્થન પણ મહત્વપૂર્ણ બની શકે છે. જો આ સાંસદો બિલને સમર્થન આપે તો NDAની સંખ્યા 319થી વધીને 327 થઈ શકે છે. જોકે, ત્યારબાદ પણ સરકાર 360ના આંકડાથી 33 મત દૂર રહેશે.
NCP નેતા સુપ્રિયા સુલે અગાઉ સંકેત આપી ચૂક્યાં છે કે જો મહિલા અનામત હેઠળ 50 ટકા બેઠકો વધારવાની ખાતરી આપવામાં આવે તો ચર્ચા માટે તૈયાર થઈ શકે છે. આથી સરકાર માટે બેઠકો વધારવાના મુદ્દે સહમતી મેળવવી પણ મહત્વપૂર્ણ બની શકે છે.
DMKના 22 સાંસદો પર સરકારની નજર
જો DMKના 22 સાંસદો સરકારને સમર્થન આપે તો આ સંખ્યા 349 સુધી પહોંચી શકે છે. આમ છતાં બે તૃતીયાંશ બહુમતી માટે 11 મતની ખોટ રહેશે. આ સ્થિતિમાં સરકાર YSR કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય નાના પક્ષો તથા અપક્ષ સાંસદોના સમર્થન તરફ નજર રાખી શકે છે.
રાજ્યસભામાં પણ 9 મતની ખોટ
રાજ્યસભામાં પણ સરકાર માટે બહુમતી મેળવવી પડકારરૂપ બની શકે છે. કુલ 245 બેઠકોમાંથી બે ખાલી હોવાથી બહુમતીનો આંકડો 163 થાય છે. NDA પાસે 154 સાંસદોનું સમર્થન હોવાથી હજુ 9 મત ઓછા છે.
સરકારની નજર YSR કોંગ્રેસના 4 અને બીજુ જનતા દળ (BJD)ના 5 સાંસદો પર હોઈ શકે છે. આ બંને પક્ષો NDA કે INDIA ગઠબંધનનો ભાગ નથી. હવે મહિલા અનામત અને સીમાંકન બિલ પર (Delimitation Bill)સરકાર અન્ય પક્ષોનું સમર્થન મેળવી શકશે કે નહીં અને વિશેષ સત્ર (Special Parliament Session)બોલાવશે કે નહીં તેના પર રાજકીય નજર રહેશે.
આ પણ વાંચો: મહિલા અનામત બિલ: પ્રિયંકા ગાંધીનો મોદી સરકારને પડકાર
આ પણ વાંચો: મહિલા અનામત બિલ લોકસભામાં નામંજૂર
આ પણ વાંચો: મહિલા અનામત બિલ બાદ રાજકીય ગણિતમાં ફેરફાર
