Not Set/ બનાસકાંઠા: દાંતીવાડાની હરિયાવાડા શાળાની ઘટના, બાળકોને મજૂરી કરાવવાનો વીડિયો વાયરલ

પ્રાથમિક શિક્ષણ વિભાગે દાંતીવાડાની હરિયાવાડા શાળાના આચાર્ય સામે લાલ આંખ કરી છે અને તેમને આચાર્ય પદેથી હટાવવામાં આવ્યાં છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક વિડીયો વાઇરલ થયો હતો. જેમાં વિદ્યાર્થીઓને મજૂરી કામ કરતા નજરે પડે છે અને ચાર થી પાંચ જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ખોદકામ કરી રહ્યા છે. ખૂદ શાળાના આચાર્ય દ્વારા જ વિદ્યાર્થીઓને ભણાવવાના […]

Gujarat

પ્રાથમિક શિક્ષણ વિભાગે દાંતીવાડાની હરિયાવાડા શાળાના આચાર્ય સામે લાલ આંખ કરી છે અને તેમને આચાર્ય પદેથી હટાવવામાં આવ્યાં છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક વિડીયો વાઇરલ થયો હતો.

જેમાં વિદ્યાર્થીઓને મજૂરી કામ કરતા નજરે પડે છે અને ચાર થી પાંચ જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ખોદકામ કરી રહ્યા છે.

ખૂદ શાળાના આચાર્ય દ્વારા જ વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે આ પ્રકારની મજૂરી કરાવવામાં આવતી હતી અને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવતા હતા. જેની જાણ થતાં પ્રાથમિક શાળા વિભાગે આચાર્ય સામે કડકમા કડક વલણ અપનાવ્યું હતું અને આખરે તેમને આચાર્ય પદેથી હટાવી નાખ્યા છે.