કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ રેણુકા ચૌધરીના હાસ્ય પર નરેન્દ્ર મોદીના નિવેદનને લઈને વિવાદ વધ્યો છે. રાજ્યસભામાં ગુરૂવારે કોંગ્રેસે ભારે હોબાળો કર્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે વડાપ્રધાને આ મામલે માફી માંગવી જોઈએ. બુધવારે લોકસભા અને રાજ્યસભામાં વડાપ્રધાને રાષ્ટ્રપતિના અભિભાષણ અંગે આભાર પ્રસ્તાવ પર પોતાનો પક્ષ મુક્યો હતો.
કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરી આધાર સ્કીમ પર મોદીની વાત પર જોર જોરથી હસવા લાગ્યા હતા ત્યારે સભાપતિ વેંકૈયા નાયડૂએ તેમને રોક્યા હતા. જો કે મોદીએ કહ્યું હતુ કે તેઓને હસવાથી ન રોકો. રામાયણ સીરિયલ પછી પહેલી વખત આવું હાસ્ય સાંભળવા મળ્યું છે. પીએમની આ ટીપ્પણી પર કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ દ્વારા વીડિયો પોસ્ટ કર્યો હતો. જે અંગે રેણુકા ચૌધરીએ કહ્યું હતુ કે આ આપત્તિજનક છે. હું વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવીશ.
This is highly objectionable, and I am going to file for privilege: Renuka Chowdhury, Congress on Kiren Rijiju posting a video of PM Modi's remarks on Renuka Chowdhury in Rajya Sabha yesterday. pic.twitter.com/9d7gEL0IqC
— ANI (@ANI) February 8, 2018
કોંગ્રેસ સાંસદ રંજીત રંજને કહ્યું હતુ કે રમતના મેદાનની જેમ જ અમે ગૃહમાં પણ સામાન્ય મજાક કરતા હોઈએ છીએ. જે રીતે રેણુકાએ હંસી મજાક કરી તેવી જ રીતે પીએમએ તેનો જવાબ આપ્યો. આવું બધું તો ગૃહમાં ચાલતું જ હોય છે.
Despite such vexatious laugh by Renuka Chaudhary ji PM Narendra Modi ji didn't get irritated. pic.twitter.com/pc5TGOYhZV
— Kiren Rijiju (@KirenRijiju) February 8, 2018
પરંતુ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ દ્વારા આ રીતે રામાયણ સાથે જોડીને એક વીડિયો ટ્વિટ કર્યો છે. આવી હરકત બદલાની ભાવના દર્શાવે છે. રાજ્યસભામાં કોંગ્રેસનાં સાંસદ રેણુકા ચૌધરીનાં અટ્ટહાસ્ય બાદ પીએમ મોદીએ ટીપ્પણી કરી હતી. આ મામલે રાજ્યસભામાં કોંગ્રેસનાં સાંસદોએ હંગામો મચાવી દીધો હતો. રેણુકા ચૌધરી પર વડાપ્રધાન મોદીની ટીપ્પણી મામલે કોંગ્રેસ સાંસદોએ પીએમ મોદી માફી માંગે તેવી માગણી કરવામાં આવી હતી.
