વરિષ્ઠ કન્નડ પત્રકાર અને એક્ટિવિસ્ટ ગૌરી લંકેશની મંગળવારે રાત્રે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. રાજરાજેશ્વરી નગર સ્થિત ઘર પર હુમલાખોરોએ ગૌરી પર ફાયરિંગ કર્યુ હતું. બેંગલુરૂ પોલીસ કમિશનરે ઘટનાની પુષ્ટી કરી છે. સીનિયર ઓફિસર્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હુમલાખોરોએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી સાત ગોળી મારી હતી. કન્નડ પત્રિકા ‘લંકેશ પત્રિકા’નાં તંત્રી ગૌરી સાંપ્રદાયિક્તા અને કટ્ટરપંથની વિરુદ્ધ અવાજ ઊઠાવતા હતા. તેઓ પોતાના વિવાદાસ્પદ લખાણોના કારણે હંમેશા ચર્ચામાં રહ્યા છે. જેના કારણે તેમના ઉપર અનેકવખત હુમલાઓ થયા છે. બેંગલુરૂના પોલીસ કમિશનર ટી.સુનિલ કુમારે કહ્યું કે, “ગૌરીએ કોઈ ફરિયાદ કરી ન હતી. જો તેઓએ કોઈ ખતરાનો ઉલ્લેખ કર્યો હશે તો તેની તપાસ કરવામાં આવશે. લોકોને તેમના ઘરની પાસે ગોળીનો અવાજ સંભળાયો અને તેઓ પોતાના ઘરમાં જાય તે પહેલાં જ દરવાજા પાસે પડી ગયા હતા. હુમલાખોર કેટલાં હતા તેની કોઈ જ ભાળ હજુ સુધી નથી મળી.” મહત્વપૂર્ણ છે કે ગૌરીની હત્યા બાદ રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, “સત્યને ક્યારેય દબાવી ન શકાય. ગૌરી લંકેશ કાયમ અમારા હ્રદયમાં રહેશે. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. દોષિતોને સજા જરૂર મળશે
Not Set/
વરિષ્ઠ કન્નડ પત્રકાર અને એક્ટિવિસ્ટ ગૌરી લંકેશની ગોળી મારી હત્યા
વરિષ્ઠ કન્નડ પત્રકાર અને એક્ટિવિસ્ટ ગૌરી લંકેશની મંગળવારે રાત્રે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. રાજરાજેશ્વરી નગર સ્થિત ઘર પર હુમલાખોરોએ ગૌરી પર ફાયરિંગ કર્યુ હતું. બેંગલુરૂ પોલીસ કમિશનરે ઘટનાની પુષ્ટી કરી છે. સીનિયર ઓફિસર્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હુમલાખોરોએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી સાત ગોળી મારી હતી. કન્નડ પત્રિકા ‘લંકેશ પત્રિકા’નાં તંત્રી ગૌરી સાંપ્રદાયિક્તા અને કટ્ટરપંથની […]
