Not Set/ ઈશારો કરતાં સીસીટીવીમાં કેદ થયા તો પરિણામ થશે રદ, બોર્ડે બનાવ્યાં કડક નિયમો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનાર ધોરણ.૧૦ અને ૧૨ની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ માટે આકરા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોબાઈલ સાથે પકડાશે તો તે ત્રણ વર્ષ માટે પરીક્ષા આપી શકશે નહી તેવી જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે, ચાલુ વર્ષની પરીક્ષામાં નાપાસ જાહેર કરાશે અને તે સિવાય […]

Top Stories

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનાર ધોરણ.૧૦ અને ૧૨ની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ માટે આકરા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોબાઈલ સાથે પકડાશે તો તે ત્રણ વર્ષ માટે પરીક્ષા આપી શકશે નહી તેવી જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે, ચાલુ વર્ષની પરીક્ષામાં નાપાસ જાહેર કરાશે અને તે સિવાય આગામી બે વર્ષ માટે પરીક્ષા આપવા પર પ્રતિબંધ લાદવામાં આવશે.

મહત્વનું છે કે, પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ જાણી શકે તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરેલ નિયમોનું લીસ્ટ દરેક સ્કૂલના નોટીસ બોર્ડ પર લગાવવાની સુચના આપવામાં આવી છે.બોર્ડે જાહેર કરેલા નિયમો પ્રમાણે, પરીક્ષાર્થીએ પરીક્ષાખંડમાંથી પ્રશ્નપત્ર કે ઉત્તરવહી બહાર ફેંકી હોય તો તેનું સમગ્ર પરીણામ રદ કરાશે.વિદ્યાર્થી તેની સાથે ઉત્તરવહી લઈને જતો રહે તો પણ સમગ્ર પરીણામ રદ કરવામાં આવશે.

ઉપરાંત આગામી એક પરીક્ષા આપવા પર પ્રતિબંધ લાદવામાં આવશે. પરીક્ષા ખંડમાં ઉત્તરવહીની આપ લે કરનાર વિદ્યાર્થીઓનુ પરિણામ રદ કરાશે. સીસીટીવી ફૂટેજ તપાસથી વખતે એકબીજા વિદ્યાર્થી ઈશારો કરતા ઝડપાશે તો તેમનું પરિણામ પણ રદ કરવામાં આવશે.

પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી પોતાની સાથે કોઈ ઘાતકી હથિયાર સાથે લઈને આવશે તો પણ પરીક્ષામાં બેસવા દેવામાં નહી આવે. આ ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકતા હોય છે જો આ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો તે વિદ્યાર્થીનું સમગ્ર પરિણામ રદ કરવા ઉપરાંત એક પરીક્ષા આપવા પર પ્રતિબંધ લાદવામાં આવશે.

જોકે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓને સજા કરવામાં આવતી હોય છે પરંતુ તે સજા અંગે વિદ્યાર્થીઓ પહેલાથી વાકેફ હોતા નથી.

**શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓ માટે ઘડ્યા આકરા નિયમો** 

 

 – કાપલી લાવનારા,ચોરી કરનારા અને ધાકમકી આપનારા વિદ્યાર્થી પર નિયમોનો કોરડો વિંઝતું બોર્ડ 

 – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા આકરા નિયમો 

– માર્ચમાં ધો.10 અને 12નાં પરીક્ષાર્થી માટે બોર્ડ બન્યું કડક 

– મોબાઈલ સાથે વિદ્યાર્થી પરીક્ષાખંડમાં પકડાશે તો 3 વર્ષ માટે પરીક્ષા નહીં આપી શકે

– ચાલુ વર્ષની પરીક્ષામાં તેને નાપાસ જાહેર કરાશે 

 – આગામી બે વર્ષ માટે પરીક્ષા આપવા પર મૂકાશે પ્રતિબંધ

 –  શિક્ષણ વિભાગે પરીક્ષા અગાઉ જ આ નિયમોની યાદી સ્કૂલનાં નોટિસ બોર્ડ પર લગાવવાની સૂચના 

 – પરીક્ષાર્થીએ પરીક્ષાખંડમાંથી પ્રશ્નપત્ર કે ઉત્તરવહી બહાર ફેંકી હોય તો સમગ્ર પરીણામ રદ

–  વિદ્યાર્થી ઉત્તરવહી લઈને જતો રહે તો પણ સમગ્ર પરીણામ રદ કરવામાં આવશે 

– ઉપરાંત એક પરીક્ષા આપવા પર પ્રતિબંધ લાદવામાં આવશે

– પરીક્ષાખંડમાં ઉત્તરવહીની આપ લે કરનાર વિદ્યાર્થીઓનુ પરિણામ રદ કરાશે

– એકબીજા વિદ્યાર્થી ઈશારો કરતા ઝડપાશે તો તેમનું પરિણામ પણ રદ થશે

– પરીક્ષાખંડમાં વિદ્યાર્થી ઘાતકી હથિયાર સાથે લઈને આવશે તો પરીક્ષામાં બેસવા દેવામાં નહી આવે

– જો ચલણી નોટ મૂકવા જેવી ગેરરીતિ કરતાં ઝડપાશે સમગ્ર પરિણામ રદ કરવા સાથે પ્રતિબંધ લદાશે