Not Set/ ૨૧ વર્ષીય વિદ્યાર્થીનીએ બોયફ્રેન્ડ સાથે ચાલુ વિડિયો કોલમાં કર્યું કઈક આવું, જાણશો તો ચોંકી જશો

હૈદરાબાદ હૈદરાબાદમાં શનિવારે રાત્રે ૨૧ વર્ષીય MBAની વિદ્યાર્થીનીએ પોતાના બોયફ્રેન્ડ સાથે ચાલુ વિડિયો કોલમાં હોસ્ટેલના રૂમમાં પંખે લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. ૨૧ વર્ષીય હનીષા ચૌધરીએ મૂળ આંધ્રપ્રદેશના અનંતપુર જીલ્લાની રહેવાસી હતી અને હૈદરાબાદમાં શિવાની કોલેજમાં MBA કરતી હતી. તેને એક વર્ષ પહેલા જ આ કોલેજમાં એડમીશન લીધું હતું. પેટ બશીરબાદ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની […]

India

હૈદરાબાદ

હૈદરાબાદમાં શનિવારે રાત્રે ૨૧ વર્ષીય MBAની વિદ્યાર્થીનીએ પોતાના બોયફ્રેન્ડ સાથે ચાલુ વિડિયો કોલમાં હોસ્ટેલના રૂમમાં પંખે લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો.

૨૧ વર્ષીય હનીષા ચૌધરીએ મૂળ આંધ્રપ્રદેશના અનંતપુર જીલ્લાની રહેવાસી હતી અને હૈદરાબાદમાં શિવાની કોલેજમાં MBA કરતી હતી. તેને એક વર્ષ પહેલા જ આ કોલેજમાં એડમીશન લીધું હતું.

પેટ બશીરબાદ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસના કહેવા પ્રમાણે હનીષાના બોયફ્રેન્ડનું નામ દક્ષિત પટેલ છે. હનીષાની મિત્ર સાથે વાતચીત કરવા જાણવા મળ્યું હતું કે તે હોમસીકથી પીડાઈ રહી હતી. હનીષાનું આપઘાત કરવા પાછળનું સાચું કારણ હજુ જાણવા નથી મળ્યું પરંતુ પોલીસ હનીષાનો બોયફ્રેન્ડ દક્ષિત પટેલ સાથે પુછતાછ અને તેના ફોનની માહિતી લઈને તપાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે આ જ મહિનામાં હૈદરાબાદની હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરવાની આ બીજી ઘટના સામે આવી છે.

૬ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ ૨૧ વર્ષીય રાઘવ સંતરામન બિરલા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ,પીરાણી કોલેજનો વિદ્યાર્થીએ પોતાના હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું.

તે ઇલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જીનેરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. પોલીસ તપાસ બાદ રાઘવે પરીક્ષામાં નાપાસ થયા હોવાના લીધે આવું પગલું લીધું હોવાનું બહાર આવ્યું હતું.