Not Set/ અમદાવાદ: સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં લાગી આગ, વાહનોમાં આગની ઘટનાથી અફરાતફરી મચી

અમદાવાદ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી નર્શિંગ કોલેજ પાસેના કંપાઉન્ડમાં ભેદી રીતે આગ ભઢકી ઉઠી હતી.કંપાઉન્ડમાં પાર્ક કરાયેલી કારમાં આગ ભડકી ઉઠી હોવાનું નર્શિગ કોલેજની પ્રધ્યાપિકા એકતાના ધ્યાન પર આવતાં જ એકતાએ ફાયરબ્રીગેડને ઘટનાની જાણ કરી હતી. તુરત જ ફાયરબ્રીગેડના અધિકારી મિથુન મિસ્ત્રી ઘટના સ્થલે ટીમ સાથે દોડી ગયા હતા. જોકે તે પહેજ […]

Top Stories

અમદાવાદ

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી નર્શિંગ કોલેજ પાસેના કંપાઉન્ડમાં ભેદી રીતે આગ ભઢકી ઉઠી હતી.કંપાઉન્ડમાં પાર્ક કરાયેલી કારમાં આગ ભડકી ઉઠી હોવાનું નર્શિગ કોલેજની પ્રધ્યાપિકા એકતાના ધ્યાન પર આવતાં જ એકતાએ ફાયરબ્રીગેડને ઘટનાની જાણ કરી હતી.

તુરત જ ફાયરબ્રીગેડના અધિકારી મિથુન મિસ્ત્રી ઘટના સ્થલે ટીમ સાથે દોડી ગયા હતા. જોકે તે પહેજ કારમાં ભડકી ઉઠેલી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓની લપેટમાં કાર પાસે પાર્ક કરાયેલું ટ્રેકટર અને બ્લડવાન આવી ગયા હતા. થોડી જ ક્ષણોમાં ટ્રેકટર અને બ્લડવાન સળગી ઉઠ્યા હતા.

ફાયરબ્રીગેડ ટીમે કલાકોની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. કાર સહિત ત્રણ વાહનોમાં આગ ભડકી ઉઠવાની ઘટનાએ સિવિલ કંપાઉન્ડમાં ભારે નાસભાગ મચાવી દીધી હતી.આગ ભડકી ઉઠવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

પરંતુ ફાયરબ્રીગેડનું અનુમાન એવું છે કે દરેક વાહન જ્યાં પાર્ક કરવામાં આવ્યા હતા.તે પાર્કિંગની જમીન પર ઘાસ ઉીગ નિકળેલું છે.કોઈએ સળગતી બીડી કે સળગતી સીગારેટ ઘાસ પર ફેંકી હોય જેના કારણે ઘાસમાં આગ લાગી હોય.આ ઘટના અંગે શાહીબાગ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.