ઉત્તરપ્રદેશ,
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા રાજ્યમાં રોકાણ અને વેપાર વધારવાના હેતુથી બે દિવસીય ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખનૌ ખાતે બે દિવસીય સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટમાં મુકેશ અંબાણી, રતન ટાટા, ગૌતમ અદાની, પંકજ પટેલ, કુમાર મંગલમ બિરલા સહિતના દેશના ૫૦૦૦ ઉધોગપતિઓ તેમજ દુનિયાના કેટલાક દેશોના પ્રતિનિધિઓ સામેલ થઇ રહ્યા છે.
બે દિવસીય આ ઇન્વેસ્ટર્સ સમિટમાં રોજગારી, કપડા, ડિફેન્સ, મેન્યુફેક્ચરિંગ અને MSME જેવા ૩૦ સેશન રાખવામાં આવ્યા છે. આ ૩૦ સેશનમાં થઇ રહેલા આ સંમેલનમાં તમામ ઉધોગપતિઓની સાથે સાથે જાપાન, નેધરલેંડ, મોરિશિયસ સહિત કુલ સાત દેશ પાર્ટનરના સ્વરૂપમાં સામેલ થઇ રહ્યા છે. આ સમિટ પહેલા ૯૦૦ MOU પર હસ્તાક્ષર કરવામાં આવી ચુક્યા છે.
Prime Minister Narendra Modi visits an exhibition, at UP Investors' Summit in Lucknow pic.twitter.com/31zfpOgLiQ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 21, 2018
પીએમ મોદીએ ઇન્વેસ્ટર્સ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે,
यूपी में औद्योगिक निवेश को रोजगार सृजन से जोड़ते हुए नीतिगत निर्णय लिए जा रहे हैं। योगी जी की सरकार द्वारा अलग-अलग सेक्टरों के हिसाब से अलग-अलग Policies बना कर काम किया जा रहा है: प्रधानमंत्री श्री नरेंद्र मोदी #UPInvestorsSummit pic.twitter.com/2jkbDjd3Bt
— CM Office, GoUP (@CMOfficeUP) February 21, 2018
યુપીમાં ઔદ્યોગિક રોકાણને રોજગારીના સર્જન સાથે જોડતા હોય તે પ્રકારના નીતિગત નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. યોગીજીની સરકાર દ્વારા અલગ-અલગ સેકટરોમાં જુદી-જુદી પોલિસીઓ બનાવીને કામ કરવામાં આવ્યું છે.
ખેડૂતો ઝડપથી માર્કેટ સાથે જોડવા તેમજ ખેડૂતો અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેના જોડાણને મજબૂત બનવવા માટે અમે સુવિધાઓ ઉભી કરી રહ્યા છે.
જયારે આપડે વર્લ્ડ ક્લાસ પેદાશો બનાવી રહ્યા છે. ત્યારે આ પેદાશોના માર્કેટિંગ અને પ્રમોશન માટે એક પાંખ હોવી જરૂરી છે.
પ્રાકૃતિક સંસાધનોની આપણા દેશ પાસે વિવિધતા અને ઉપલબ્ધતા છે, ત્યારે યુપી દેશનું ગ્રોથ એન્જીન બની શકે છે.
યુપી અને મહારાષ્ટ્ર એક રીતે સાથી સ્પર્ધિઓ છે. ત્યારે આ રાજ્યો ટ્રિલિયન ડોલર ઈકોનોમીના ટાર્ગેટને સિદ્ધ કરવા માટે કટિબદ્ધ છે.
ઉત્તરપ્રદેશમાં નિવેશ મિત્રની શરૂઆત કરવામાં આવી છે, આ પ્લેટફોર્મ દ્વારા ઉધોગો માટે એક ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
છેલ્લા કેટલાક સમયથી ઉત્તરપ્રદેશ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે, પહેલાની સ્તિથી ખુબ ખરાબ હતી. તે યુપીના લોકો સારી રીતે જાણે છે. પહેલા અહિયાં લોકો ભયના માહોલમાં રહેતા હતા. તેથી ઉધોગોનું આવવું મુશ્કેલ હતું.
ઉત્તરપ્રદેશમાં હવે ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે એક પ્લેટફોર્મ તૈયાર થઇ ચુક્યું છે, જેના પર ઉત્તરપ્રદેશની દીવાર તૈયાર થશે.
યુપીમાં મલીહાબાદની કેરી પ્રખ્યાત છે, મુરાદાબાદના પિત્તળના વાસણ, ફિરોજાબાદની કાંચની ચમક જોવા મળે છે, આગ્રાના પેઠા છે, જયારે કન્નોજની ઈત્ર પણ છે. અહિયાં સવારે બનારસ જયારે સાંજે અવધ છે. યુપીમાં રામની લીલી છે તો કૃષ્ણની રાસલીલા પણ છે. તેઓએ જણાવ્યું હતું, યુપીમાં IIT કાનપુર છે, જયારે બનારસ હિંદુ યુનિવર્સીટી પણ છે. તેથી દેશના વિકાસ માટે યુપીનું આગળ વધવું જરૂરી છે.
Potential, policy, planning and performance leads to progress: PM Modi at #UPInvestorsSummit2018 in Lucknow pic.twitter.com/tieehgAnC0
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 21, 2018
પીએમ મોદીએ યુપી માટે ૫ P નો મંત્ર આપ્યો હતો. તેઓએ આ મંત્ર આપતા જણાવ્યું, potentail + policy + planning + performance દ્વારા જ progess સાધી શકાય છે. હવે ઉત્તરપ્રદેશ “સુપર હિટ પરફોર્મન્સ” આપવા માટે તૈયાર છે.
ઉત્તરપ્રદેશ આજે અનાજના ઉત્પાદનમાં, ઘઉંના ઉત્પાદનમાં, શિરડીના ઉત્પાદનમાં, દુધના ઉત્પાદનમાં દેશભરમાં નંબર એક રાજ્ય છે.
Jio is one of the largest investors in UP with investments over Rs 20,000 Cr investment. Jio will be present in every single village in UP by the end of 2018: Mukesh Ambani at UP investors' Summit in Lucknow pic.twitter.com/q0wOuqImKN
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 21, 2018
આ સમિટને સંબોધતા દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ૨૦૧૮ના અંત સુધીમાં જિયો યુપીના દરેક ગામ સુધી પહોંચી જશે. યુપી સરકારે ઇન્વેસ્ટર્સ સમિટના માધ્યમથી ઉત્તરપ્રદેશના વિભિન્ન જિલ્લાઓમાં અંદાજે ૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો લક્ષ્યાંક મુક્યો છે. આ સમિટના માધ્યમથી પ્રદેશના ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં અંદાજે ૧ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. તેમજ હેલ્થકેર સેકટર અને પાવર સેકટરમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું જ્યારે આઇટી સેકટરમાં ૨૬૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો લક્ષ્યાંક મૂકાયો છે.
