Not Set/ LIVE : PM મોદી અને નેતન્યાહુએ આઈક્રીએટ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

અમદાવાદ. અમદવાદ એરપોર્ટ પહોચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પીએમ બેન્ઝામીન નેતન્યાહુ રોડ-શો દ્વારા સાબરમતી ખાતેના ગાંધી આશ્રમ પહોચ્યા હતા. ગાંધી આશ્રમ ખાતેના હ્રદયકુંજની મુલાકાત લઇ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી અને ત્યારબાદ તેઓ બાવડાના આઈક્રીએટ સેન્ટર પહોંચ્યા હતા અને આ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત ઇઝરાયેલના પીએમ બેન્ઝામીન નેતન્યાહુએ રિમોટ કંટ્રોલ દ્વારા દરિયાના ખારા અને ગંદા પાણીને […]

Top Stories
DTukUGPVAAIiF u LIVE : PM મોદી અને નેતન્યાહુએ આઈક્રીએટ સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

અમદાવાદ.

અમદવાદ એરપોર્ટ પહોચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પીએમ બેન્ઝામીન નેતન્યાહુ રોડ-શો દ્વારા સાબરમતી ખાતેના ગાંધી આશ્રમ પહોચ્યા હતા. ગાંધી આશ્રમ ખાતેના હ્રદયકુંજની મુલાકાત લઇ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી અને ત્યારબાદ તેઓ બાવડાના આઈક્રીએટ સેન્ટર પહોંચ્યા હતા અને આ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત ઇઝરાયેલના પીએમ બેન્ઝામીન નેતન્યાહુએ રિમોટ કંટ્રોલ દ્વારા દરિયાના ખારા અને ગંદા પાણીને શુદ્ધ કરતી મોબાઇલ વાનને પીએમ મોદીને અર્પણ કરી હતી.

આઈક્રીએટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યા બાદ બંને રાષ્ટ્રપ્રમુખ ત્યાં આયોજિત જનસભાને પણ સંબોધિત કરવાના છે અને ૪૦ એકરમાં ફેલાયેલા આ ભવ્ય સેન્ટરને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ગૌતમ અદાણી, કુમાર મંગલમ બિરલા સહિતના દેશના ટોચના ઉધોગપતિઓ હાજર રહેશે.

આ સેન્ટર અમદાવાદ શહેરના બાવળા ટાઉનમાં આવેલા સ્વાયત્ત કેન્દ્ર ઑફ એક્સીલેન્સમાં આવેલું છે. મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૧માં નરેન્દ્ર મોદી જયારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ઓપચારિક રીતે આ સેન્ટર શરુ કર્યું હતું. આ સંસ્થા નવા પ્રતિભાશાળી ઉદ્યમીઓને પરામર્શ અને સ્ટાર્ટઅપ કરવા માટે માર્ગદશન આપે છે.

મહત્વનું છે કે, આઈક્રીએટ એક સ્વતંત્ર સંસ્થા છે, જેનો મુખ્ય હેતુ ઉધોગપતિઓને ક્રિએટીવીટી, ઇનોવેશન, પ્રોડક્ટ ડિઝાઇન અને નવી ટેકનોલોજી દ્વારા ફૂડ સિક્યોરિટી, વોટર, કનેક્ટિવિટી, સાયબર સિક્યોરિટી, આઇટી અને ઇલેક્ટ્રોનિક્સ, નોન-કન્વેન્શનલ એનર્જી, બાયોમેડિકલના સાધનો અને ડિવાઇસ જેવા ક્ષેત્રોમાં મદદ કરવાનો છે.