Not Set/ દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું, ઉચ્ચ અભ્યાસ કરનાર પણ સફાઇ કર્મચારી બનવા તૈયાર

દેશમાં વધી રહેલી બેરોજગારીની સ્થિતિ એ છે કે કોમર્સમાં અનુસ્નાતક અને એન્જિનિયરિંગની ડિગ્રી ધારકો સફાઇ કર્મચારી બનવા માટે તૈયાર છે. તાજેતરમાં, આવા તમામ ડિગ્રી ધારકોએ કોઈમ્બતુર શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કર્મચારીની નોકરી માટે અરજી કરી છે. બેરોજગારીની સમસ્યા એ છે કે બેચલર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ સાયન્સ, બેચલર ઓફ એન્જિનિયરિંગ અને માસ્ટર ઓફ કોમર્સ જેવા […]

Top Stories India
images 17 1 દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું, ઉચ્ચ અભ્યાસ કરનાર પણ સફાઇ કર્મચારી બનવા તૈયાર

દેશમાં વધી રહેલી બેરોજગારીની સ્થિતિ એ છે કે કોમર્સમાં અનુસ્નાતક અને એન્જિનિયરિંગની ડિગ્રી ધારકો સફાઇ કર્મચારી બનવા માટે તૈયાર છે. તાજેતરમાં, આવા તમામ ડિગ્રી ધારકોએ કોઈમ્બતુર શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કર્મચારીની નોકરી માટે અરજી કરી છે.

બેરોજગારીની સમસ્યા એ છે કે બેચલર ઓફ સાયન્સ, માસ્ટર ઓફ સાયન્સ, બેચલર ઓફ એન્જિનિયરિંગ અને માસ્ટર ઓફ કોમર્સ જેવા ડિગ્રી ધારકો કોઈમ્બતુરમાં સફાઇ કર્મચારી બનવા માટે તૈયાર છે. આ ડિગ્રી ધારકોએ કોઈમ્બતુર સીટી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કર્મચારીની નોકરી માટે અરજી કરી છે. આપને જણાવી દઇએ કે, તાજેતરમાં કોયમ્બતુર સીટી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઇ કર્મચારીઓ માટેની 549 ભરતીઓ નિકાળવામાં આવી છે. આ જગ્યાઓ માટે બી.એસ.સી., એમ.એસ.સી. અને એન્જિનિયરિંગ ડિગ્રી ધારકો સહિત રાજ્યનાં વિવિધ ભાગોમાંથી કોર્પોરેશનને 7 હજાર અરજીઓ મળી છે.

તેમાંથી ઘણા ખાનગી કંપનીઓમાં સફાઇ કામદાર તરીકે કામ કરી રહ્યા છે, પરંતુ સરકારી નોકરી મળે તેવી આશામાં કોયમ્બતુર સીટી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી છે. આ ડિગ્રી ધારકો કહે છે કે જ્યારે તેઓને તેમની લાયકાત અનુસાર નોકરી મળતી નથી, ત્યારે સફાઇ કર્મચારીની નોકરી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.