Not Set/ #DelhiAssemblyElection2020/ મતદાન પૂરુ થતા જ શાહીન બાગ થઇ જશે ખાલી : મનોજ તિવારી

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાહીન બાગમાં થઇ રહેલ પ્રદર્શન મુખ્ય રાજકીય મુદ્દો બન્યો છે. તાજેતરમાં જ અહીં એક વ્યક્તિએ ગોળી ચલાવી હતી, જેની પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે, બંદૂકધારી આમ આદમી પાર્ટીનો સભ્ય હતો અને પોલીસ દ્વારા કેટલાક ફોટોગ્રાફ્સ પણ બહાર પાડવામાં આવ્યા હતા જે ધરપકડ કરાયેલ વ્યક્તિ કપિલ ગુર્જરનાં ફોન […]

Top Stories Gujarat Assembly Election 2022 India
manoj tiwari 1024x683 1 #DelhiAssemblyElection2020/ મતદાન પૂરુ થતા જ શાહીન બાગ થઇ જશે ખાલી : મનોજ તિવારી

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાહીન બાગમાં થઇ રહેલ પ્રદર્શન મુખ્ય રાજકીય મુદ્દો બન્યો છે. તાજેતરમાં જ અહીં એક વ્યક્તિએ ગોળી ચલાવી હતી, જેની પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે, બંદૂકધારી આમ આદમી પાર્ટીનો સભ્ય હતો અને પોલીસ દ્વારા કેટલાક ફોટોગ્રાફ્સ પણ બહાર પાડવામાં આવ્યા હતા જે ધરપકડ કરાયેલ વ્યક્તિ કપિલ ગુર્જરનાં ફોન પરથી મળી આવ્યા હતા. દરમિયાન, દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ શાહીન બાગમાં થઈ રહેલા વિરોધને લઈને મોટું નિવેદન આપ્યું છે.

દિલ્હીમાં આજે વિધાનસભાની 70 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ મતદાનની વચ્ચે મનોજ તિવારીએ કહ્યું હતું કે, શાહીન બાગમાં મતદાન સમાપ્ત થયા બાદ વિરોધ પ્રદર્શનો સમાપ્ત થઇ જશે. મનોજ તિવારીએ અરવિંદ કેજરીવાલ પર નકલી હનુમાન ભક્ત હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, જૂતા ખોલ્યા બાદ અરવિંદ કેજરીવાલ હાથ ધોયા વિના મંદિર ચાલ્યા ગયા હતા.

શાહીન બાગમાં પ્રદર્શન સ્થળ પાસે થોડા દિવસો પહેલા એક યુવક દ્વારા ગોળી ચલાવ્યાની ઘટના અંગે મનોજ તિવારીએ કહ્યું કે, શાહીન બાગનાં લોકો નથી ઇચ્છી રહ્યા કે તેમની છાપ આવી બને. શાહીન બાગનાં મુદ્દે ભાજપ આમ આદમી પાર્ટીને સતત ઘેરી રહી છે. ફાયરિંગની આ ઘટના અંગે દિલ્હી ભાજપ અધ્યક્ષે કહ્યું કે, આપ એ તેના કાર્યકર્તાને મોકલીને ગોળીબાર કર્યો છે જેથી હિન્દુ સંગઠનોને બદનામ કરવામાં આવે. મનોજ તિવારીએ કહ્યું હતું કે, દિલ્હીનાં લોકો શાહિન બાગને નહીં, શાંતિ બાગ ઇચ્છે છે. પરંતુ તમે લોકોનો રસ્તો કેવી રીતે રોકી શકો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.