1:00pm
સાબરકાંઠા: હિમતનગરમાં આજે જીલ્લા દલિત સમાજ ધ્વારા પાટણ કાંડના મામલે રેલી યોજીને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.
—————————————————————————————–
હિમતનગર: બીજા દિવસે નગર પાલિકા સંચાલિત કેનાલ ફ્રન્ટ પરની ૬ દુકાનોની હરાજી થઇ છે.ત્યારે પ્રથમ દિવસે ૨૯ દુકાનોની હરાજી થઇ હતી. જેમાં પ્રથમ તબ્બકામાં ૩૫ દુકાનોની હરાજીમાં રૂપિયા ૧૪.૬૨ કરોડ આવક પાલિકાને મળ્યા હતા. અને હવે બીજા તબ્બકાની હરાજી બે માસ બાદ કરવામાં આવશે.
—————————————————————————————–
હિમતનગર:દેધરોટા ગામે સામાન્ય બાબતે અપશબ્દો બોલી મારમારવામાં આવતા પીડીતે સાત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
—————————————————————————————–
અરવલ્લી: શામળાજી પાસેથી પોલીસે એકજ દિવસમાં ત્રણ ગુનાઓ હેઠળ ૮.૪૦ લાખના વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોની અટકાયાત કરી હતી.
—————————————————————————————–
અરવલ્લી: અરવલ્લી જિલ્લાના વિકાસ માટે રાજયના બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં નહીં આવતા જિલ્લાવાસીઓમાં રોષ ભરાયા હતા.
—————————————————————————————–
અરવલ્લી: મોડાસાના શિકા ચોકડી પાસેથી આરટીઓ અધિકારીએ ઓવર લોડ માલ ભરી જતી ત્રણ ટ્રકોને પકડી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.
