Political/ ગુજરાતમાં કોંગ્રેસ સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધી નિર્વાણ દિવસે પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરશે

 કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં વ્યાપક જનસંપર્ક અને પ્રજા સુધી વાત પહોંચાડવા માટે 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધી નિર્વાણ દિવસે પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરશે

Top Stories Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે તાડમાર તૈયારી શરૂ કરી દીધી છે. આ વખતે પ્રચાર ખુબ તેજ કરી દીધો છે, કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં વ્યાપક જનસંપર્ક અને પ્રજા સુધી વાત પહોંચાડવા માટે 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધી નિર્વાણ દિવસે પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરશે. ચાર ઝોનમાં અલગ અલગ પાંચ સ્થળેથી આ યાત્રા કાઢવામાં આવશે.અનેક રાષ્ટ્રીય નેતાઓ સામેલ થશે.

કોંગ્રેસ દ્વારા આયોજિત પરિવર્તન સંકલ્પ યાત્રામાં ગુજરાતની 182 વિધાનસભા બેઠકને આવરી લેવામાં આવશે. આ ઉપરાંત પરિવર્તન સંકલ્પ યાત્રા દરમિયાન ગુજરાતના 4.5 કરોડ લોકો સાથે સીધો જનસંપર્ક કરવામાં આવશે. સમગ્ર યાત્રામાં 145 જાહેર સભા, 35 સ્વાગત પોઇન્ટ, 95 રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાપક જનસંપર્ક માટેની પરિવર્તન સંકલ્પ યાત્રા કુલ 5432 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. તેમાં કોંગ્રેસના દસ લાખથી વધુ કાર્યકરો જોડાશે અને 11 વચનોનો યાત્રા દરમિયાન વ્યાપક પ્રચાર કરવામાં આવશે.

– ભુજથી રાજકોટ યાત્રાનો શુભારંભ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહના હસ્તે કરવામાં આવશે.
– સોમનાથથી અમદાવાદ યાત્રાનો શુભારંભ બી.કે. હરિપ્રસાદના હસ્તે કરવામાં આવશે.
– વડગામથી ગાંધીનગર યાત્રાનો શુભારંભ અશોક ગેહલોતના હસ્તે કરવામાં આવશે.
– ફાગવેલ (બાલાસિનોર)થી વડોદરા યાત્રાનો શુભારંભ સચિન પાયલોટના હસ્તે કરવામાં આવશે.
– જંબુસરથી ઉમરગામયાત્રાનો શુભારંભ પવન ખેરાના હસ્તે કરવામાં આવશે.