South korea/ સિઓલમાં હેલોવીન પાર્ટીમાં નાસભાગ થતા 50 લોકોને આવ્યો હૃદયરોગનો હુમલો,59 લોકોના મોત!

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં શનિવારે  નાસભાગમાં ડઝનેક લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. સિઓલમાં હેલોવીન પાર્ટી દરમિયાન નાસભાગ મચી ગઈ હતી

Top Stories World

દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં શનિવારે  નાસભાગમાં ડઝનેક લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. સિઓલમાં હેલોવીન પાર્ટી દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 50 લોકોને હૃદયરોગનો હુમલો થયો છે. દેશની યોનહાપ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, સિયોલમાં હેલોવીન પાર્ટી દરમિયાન તેઓ એક નાની શેરીમાં આગળ વધતાં જ નાસભાગ મચી ગઈ હતી.59 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે

ઇમરજન્સી અધિકારીઓને ઇટાવાન વિસ્તારના લોકો તરફથી ઓછામાં ઓછા 81 કોલ મળ્યા, જેમાં કહ્યું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. નેશનલ ફાયર એજન્સીના અધિકારી ચોઈ ચેઓન-સિકે જણાવ્યું હતું કે લગભગ 100 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં ડઝનેક લોકો કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બન્યા છે.