પેરુના અરેકિવપા વિસ્તારમાં એક ભયંકર બસ દુર્ઘટનામાં ૪૪ લોકોના મોત થયા છે. આ બસ દુર્ઘટનામાં ૨૪ જેટલા લોકો ઘાયલ થયા છે. જેમાં ૭ જેટલા બાળકો પણ ઘાયલ છે. આ બસ દુર્ઘટના બુધવારે પેરુના કૈમાના રાજ્યના પેન-અમેરીકા નેશનલ હાઈવે પર એક ગંભીર બસ દુર્ઘટના સર્જાઈ હતી.

પેરુમાં બે મહિનામાં આ બીજીવાર સડક દુર્ઘટના બની છે. જાન્યુઆરી મહિનામાં એક બસ નદીમાં પડી ગઈ હતી જેમાં ૪૮ જેટલા લોકોના મોત થયા હતા. ન્યુઝ એન્જસીઓના જણાવ્યાં પ્રમાણે, આ બસ એક પહાડી માર્ગ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ ૩૦૦ મીટર નીચે ખાબકી હતી.

આ બસ દુર્ઘટના એટલી ભંયકર હતી કે બસમાં સવાર ૪૪ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. દુર્ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક બચાવ દળની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘાયલ લોકોને હેલિકોપ્ટરમાં બેસાડીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે.

પેરુના રાષ્ટ્રપતિ પ્રેડો પાબ્લો કુજિસ્કીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અરેકિવપામાં થયેલા બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર અને તેમના પરિવારજનો સાથે સંવેદના છે. સ્થાનિક સરકારના નાગરીક રક્ષા મંત્રી જૈકલીન ચોકે જણાવ્યુ હતું કે, આ દુર્ઘટનામાં ૪૪ લોકોના મોત થયા છે.

ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા છે. તેમજ ઘાયલોને યોગ્ય સારવાર મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો પણ કયા કારણસર ગુમાવ્યો તે હજી સામે આવ્યુ નથી.
Peru: Dozens killed after bus plunges down cliff https://t.co/lARhuF8Ce4 pic.twitter.com/G8U39WGVQ7
— DW News (@dwnews) January 3, 2018
પરંતુ તેની તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનુ છે કે, પેરુમાં ચાલુ વર્ષે આ બીજા સૌથી મોટો બસ અકસ્માત છે આ પહેલા જાન્યુઆરી મહિનામાં એક ભયાનક બસ અકસ્માત સર્જાયો હતો. જેમાં ૪૮ લોકોના મોત થયા હતા. પેરુમાં બે મહિનામાં આ બીજીવાર સડક દુર્ઘટના બની છે.
