Fire/ કમ્બોડિયાની હોટલમાં ભીષણ આગ લાગતા 10થી વધુ લોકોના મોત, 30ની હાલત ગંભીર, અનેક લોકો ફસાયા

કમ્બોડિયાના પોઈપેટમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે.

Top Stories World
Cambodia hotel fire

કમ્બોડિયાની હોટલમાં લાગી ભીષણ આગ (Cambodia hotel fire)
પોઈપેટમાં ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટલમાં લાગી ભીષણ આગ
આગને કારણે 10થી વધુ લોકોના મોત
30થી વધુ લોકો દાઝી ગયાના અહેવાલ
50થી વધુ લોકો હજુ પણ ફસાયેલા
ફસાયેલા લોકોને બહાર કાઢવા કવાયત તેજ
આગથી બચવા અનેક લોકોએ બારીમાંથી લગાવી છલાંગ

Cambodia hotel fire:   કમ્બોડિયાના પોઈપેટમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ ઘણા લોકો ગુમ થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ 70 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.આ ઘટના પોઈપેટની ગ્રાન્ડ ડાયમંડ સિટી હોટેલ અને કેસિનોમાં બની હતી. આગમાં લગભગ 50 લોકો ફસાયા હોવાના સમાચાર છે. હોટલમાં લાગેલી આગ કેટલાય કલાકો સુધી ભભૂકી રહી હતી. ઘટનાસ્થળેથી ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે લોકો આગથી બચવા માટે 5મા માળેથી નીચે જમીન પર કૂદી રહ્યા છે.

આગને કારણે હોટલને (Cambodia hotel fire) વ્યાપક નુકસાન થયું છે, જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં 70 ટકા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હોટલમાં આગની આ ઘટના મધ્યરાત્રિની આસપાસ શરૂ થઈ હતી, જે પછી ભડકેલી આગએ બિલ્ડિંગના મોટા ભાગને લપેટમાં લીધો હતો. સ્થાનિક સમય અનુસાર સવારે 8:30 વાગ્યા સુધી (ભારતીય સમય મુજબ 1:30) કુલ 53 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

આગને(Cambodia hotel fire) કાબૂમાં લેવા માટે અનેક નાગરિકો સ્વયંસેવક તરીકે પણ જોડાયા હતા. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચાર મુજબ હોટલ અને કેસિનો કોમ્પ્લેક્સમાં લાગેલી આગ લગભગ છ કલાક સુધી બેકાબૂ રહી હતી. એક વીડિયો ક્લિપમાં છતનો મોટો હિસ્સો હજુ પણ સળગતો દેખાઈ રહ્યો છે. હોટલના અન્ય ભાગો બળી ગયેલા અને હોલો દેખાયા હતા. કેસિનો કર્મચારીઓ આગ વચ્ચે ભાગી ગયા રહ્યા છે, બહારના લોકોએ તેમને બચાવવા મદદ કરી રહ્યા છે.

Server Down/એલોન મસ્કે twitter ખરીદ્યા બાદ ત્રીજી વખત સર્વર ડાઉન,એકાઉન્ટ લોગિનમાં પણ સમસ્યા