Not Set/ આર્મી ચીફ બિપિન રાવતના નિવેદનથી રાજકારણમાં મચ્યો હંગામો, ઓવૈસીએ કહ્યું રાજકારણ ન કરવું

સેનાના વડા જનરલે બાંગ્લાદેશી નાગરિકોની અસમમાં ઘુસપેઠ અને (AIUDF) ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ફ્રંટ અંગે કરેલા નિવેદને હવે મોટું રાજનેતિક સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ નિવેદન પર કેટલાક રાજનેતાઓએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આ એક ચોંકાવનારુ નિવેદન કર્યું છે. What,the Army Chief should not interfere in political matters it is not his work to comment on […]

Top Stories

સેનાના વડા જનરલે બાંગ્લાદેશી નાગરિકોની અસમમાં ઘુસપેઠ અને (AIUDF) ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ફ્રંટ અંગે કરેલા નિવેદને હવે મોટું રાજનેતિક સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ નિવેદન પર કેટલાક રાજનેતાઓએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આ એક ચોંકાવનારુ નિવેદન કર્યું છે.

AIMIMના નેતા અસૃદ્દુદીન ઓવૈસીએ કહ્યું કે, સેના વડા શા માટે રાજકીય નિવેદનો કરે છે, લોકશાહીમાં પક્ષની સ્થાપના અને ફેલાવો કરી શકાય છે. આર્મી ચીફે રાજકીય મામલમાં હસ્તક્ષેપ ના કરવો જોઈએ. સીપીએમના નેતા વૃંદા કરાતે આ મુદ્દા પર અપીલ કરી છે, કે રાષ્ટ્રપતિ આ મામલે ગંભીરતા લેવી જોઈએ. બિપિન રાવત સેના અને રાજનીતિકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે આગળ કહ્યું કે, કોઈ રાજનેતિક પાર્ટી આગળ વધી રહી છે. તો આર્મી ચીફને કેવી રીતે આ ચિંતાનો વિષય કહેવાય.

કોંગ્રેસના નેતા અખિલેશ પ્રતાપસિંહે કહ્યું કે, સેના વડાએ આ પ્રકારના નિવેદનથી દુર જ રહેવાની જરૂર હતી, જોકે સમસ્યાઓ અંગે રાજકારણ હોઈ શકે નહિ. AIMIMના નેતા અસૃદ્દુદીન ઓવૈસીએ પરાણે નિવેદન આપવાની ટેવ છે, તેઓ હંમેશા અર્થહીન નિવેદનો આપ્યા કરે છે.

સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું હતું કે, જેટલી તેજીથી દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ફેલાવો નથી થયો એનાથી વધારે તેજીથી ફેલાવો અસમમાં બદરુદ્દીન અજમલની પાર્ટી એઆઈયુડીએફ વધી રહી છે. આસામમાં બદરુદ્દીન અજમલની પાર્ટી એઆઈયુડીએફના નેતૃત્વમાં મુસ્લિમોના મુદ્દા ઉઠાવે છે, આ મુસ્લિમોની મોટી સંખ્યામાં બાંગ્લાદેશથી આવ્યાં હોવાનું માનવામાં આવે છે. એઆઈયુડીએફ નામના રાજકીય પક્ષ પર નજર રાખવી પડશે.