Not Set/ રાજકોટ: જૂની અંગત અદાવતને કારણે ફાયરીંગ, 4 લોકો ગંભીર રીતે ઘાયલ

રાજકોટ : શહેરમાં ગુનેગારોમાં પોલીસનો ખોફ ઓસરી રહ્યો છે. જ્યારે પોલીસ સામાન્ય પ્રજાને PUCના દંડ ફટકારીને સંતોષ માની રહી છે. વારંવાર ફાયરિંગની ઘટનાઓ રોજીંદી બનતા રંગીલા રાજકોટમાં યુપી-બિહાર જેવો માહોલ સર્જાયો છે. રંગીલા રાજકોટ ફાયરિંગની વધુ એક ઘટના સામે આવતાં પોલીસ તંત્ર ઉંઘતું ઝડપાયું છે. મળતી માહિતી મુજબ  બેડીપરા વિસ્તારમાં આવેલ શ્રમજીવી વિસ્તારમાં ફાયરિંગ થયું […]

Top Stories

રાજકોટ :

શહેરમાં ગુનેગારોમાં પોલીસનો ખોફ ઓસરી રહ્યો છે. જ્યારે પોલીસ સામાન્ય પ્રજાને PUCના દંડ ફટકારીને સંતોષ માની રહી છે. વારંવાર ફાયરિંગની ઘટનાઓ રોજીંદી બનતા રંગીલા રાજકોટમાં યુપી-બિહાર જેવો માહોલ સર્જાયો છે.

રંગીલા રાજકોટ ફાયરિંગની વધુ એક ઘટના સામે આવતાં પોલીસ તંત્ર ઉંઘતું ઝડપાયું છે. મળતી માહિતી મુજબ  બેડીપરા વિસ્તારમાં આવેલ શ્રમજીવી વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ ટપુ નામના વ્યક્તિએ કર્યું હતું.

જો કે આ ફાયરિંગ દેશી બંદૂકમાંથી અંગત અદાવતને લઇને કરવામાં આવ્યું હતું. જેને લઇને લોકોમાં ફફડાટનો માહોલ ફેલાઇ ગયો હતો. આ ફાયરિંગની ઘટનામાં 4 જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.

ઈજાગ્રસ્ત લોકોને તમામ ઘાયલોને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે રંગીલા રાજકોટમાં પણ યુપી-બિહાર વાળી થતી હોય તેમ લાગી રહ્યું છે.

કેમ કે એક સપ્તાહ પહેલા ધારાસભ્યના ભાઇએ ફાયરિંગ કર્યું હતું. જેને શોધવા માટે પોલીસ નિષ્ફળ નિવડી છે. ત્યારે ફરી એક નામચીન શખ્સે ફાયરિંગ કરીને પોલીસને પડકાર ફેંક્યો છે. ત્યારે પોલીસ હવે ક્યારે એક્શન મોડમાં આવે છે તે જોવું રહ્યું.