અમદાવાદ,
પુર્વોત્તર ત્રણ રાજ્યો નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરાના ચૂંટણી પરિણામોના વલણો આજે વહેલી સવારથી સામે આવી રહ્યાં છે. આ વલણોમાં ભાજપને સ્પષ્ટ ફાયદો થતો જોવા મળી રહ્યો છે. ત્રિપુરામાં ભાજપ અને લેફ્ટ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. જયારે મેઘાલયમાં કોંગેસના હાથમાંથી સત્તા નીકળતી હોય તેમ લાગી રહ્યું છે. મેઘાલયમાં એનપીપીની સારી એવી સીટો મળતી હોય તેમ લાગી રહ્યું છે.
નેશનલ પીપલ્સ પાર્ટી – (NPP)
નેશનલ પીપલ્સ પાર્ટી – NPPનું ગઠન પીએ સંગમાંએ 2012માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીથી અલગ થઈને કર્યું હતું. NPPનો મુખ્ય આધાર મેઘાલય અને મણીપુરમાં છે. તમને જણાવી દઈકે, NPPએ 2017 વિધાનસભાની 9 સીટો પર ચુંટણી લડી હતી, જેમાં તેને 4 સીટો પર જીત મળી હતી.
નાગા પીપલ્સ ફ્રંટ – ( NPF)
નાગાલેંડની સત્તા પર નાગા પીપલ્સ ફ્રંટ 2003થી સત્તા પર છે. આ સત્તાને એનપીપીએ કોંગ્રેસને હાંકી કાઢ્યાં પછી હાંસિલ કરી હતી. શુરહોઝીલ લીયોઝીત્સુ આના અધ્યક્ષ છે. પાછલા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં એનપીએફના રાજ્યની 60 સીટોમાં 37 સીટો પર જીત મેળવી હતી. ડેમોક્રેટિક અલાયંસ ઓફ નાગાલેંડ પાર્ટીનો જ એક ભાગ છે.
નેશનલ ડેમોક્રેટિક પ્રોગોસિવ પાર્ટી – ( NDPP )
નેશનલ ડેમોક્રેટિક પ્રોગોસિવ પાર્ટી – NDPPનું ગઠન ઓક્ટોબર 2017માં થયું હતું, પૂર્વ મુખ્યમંત્રી નીફિયૂ રિયોના નેતૃત્વમાં એનડીપીપીની રચના થઈ છે. નાગાલેંડ વિધાનસભા ચુંટણીમાં ભાજપ, એનડીપીપી સથે ગઠબંધન કરીને મેદાનમાં ઉતરી હતી. એનડીપીપી 40 સીટો અને ભાજપ 20 સીટો પર ચુંટણી જતી હતી.
નાગાલેન્ડ: કુલ સીટ – 60
એનપીએફ ભાજપ કોંગ્રેસ અન્ય
26 29 4 1
મેઘાલય : કુલ સીટ – 60
એનપીપી કોંગ્રેસ અન્ય ભાજપ
14 25 15 5
ત્રિપુરા : કુલ સીટ – 59
સીપીએમ ભાજપ અન્ય
29 38 0
