Not Set/ આ વિસ્તારમાંથી નશામાં ધુત ૧૦ પોલીસ અધિકારી પકડ્યા

અમદાવાદ અમદાવાદમાં આવેલ ઓઠવ પાસેથી ૧૦ પોલીસ અધિકારીઓને દારૂની ૫૧ બોટલો સાથે પકડી  લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ પોલીસ અધિકારીઓ ચેન્નઈ યોજાયેલી કોન્ફરન્સમાં જઈને પરત અમદાવાદ આવી રહ્યા હતા. ત્યારે સુત્રોરો દ્રારા માહિતી મળી હતી કે ચેન્નઈથી આવી રહેલા ૧૦ પોલીસ અધિકારીઓ નશામાં છે અને તેમના પાસે દારૂની બોટલો પણ છે. અમદાવાદ રિંગ […]

Gujarat

અમદાવાદ

અમદાવાદમાં આવેલ ઓઠવ પાસેથી ૧૦ પોલીસ અધિકારીઓને દારૂની ૫૧ બોટલો સાથે પકડી  લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ પોલીસ અધિકારીઓ ચેન્નઈ યોજાયેલી કોન્ફરન્સમાં જઈને પરત અમદાવાદ આવી રહ્યા હતા. ત્યારે સુત્રોરો દ્રારા માહિતી મળી હતી કે ચેન્નઈથી આવી રહેલા ૧૦ પોલીસ અધિકારીઓ નશામાં છે અને તેમના પાસે દારૂની બોટલો પણ છે.

અમદાવાદ રિંગ રોડ અને  સોનીની ચાલી જેવા વિસ્તારોમાં નાકાબંધી કરી તપાસ કરવામાં આવી ત્યારે આ પોલીસ અધિકારીઓને નશાન હાલતમાં જોવા મળ્યા હતા અને સાથે તેમની પાસે દારૂની ૫૧ બોટલો પણ મળી આવી હતી. ત્યાર બાદ આ પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ કરેલા તમામ પોલીસ અધિકારીઓએ તેમના ગુનો સ્વીકારી લીધો છે અને આ મામલે વધુ તપાસ કરી રહેલા. પોલીસ અધિકારી સીએન ટંડેલએ જણાવ્યું હતું કે આ તમામ અધિકારીઓ ઉપર દારૂડિયાને લગતી આઈપીસીના તમામ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

મહત્વનું છે કે જો પોલીસ અધિકારીઓ જ આવી ભૂલો કરશે તો બીજા લોકો તો કરવામાં જ છે માટે જે દારૂડિયાઓ સાથે કરવામાં આવે છે તેવું જ વર્તન આ પોલીસ અધિકારીઓ સાથે કરવામાં આવશે.