Vadodara News: વડોદરામાં કરજણના લીલોડ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તેમા બેના મોત થયા છે. કાર ચાલકે અચાનક જ કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં ઘટનાસ્થળે જ બેના મોત થયા હતા. એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કારચાલકે અચાનક જ કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા વળ્યાં હતા. લોકોએ કારચાલકને પહેલાં તો ગાડીની બહાર કાઢ્યો હતો અને મેથીપાક આપ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેણે લોકોના ટોળાને વીખેરી નાખ્યા હતા. ટ્રાફિક પણ ક્લિયર કર્યો હતો. તેની સાથે આરોપીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત મૃતકોનું પંચનામુ કરીને તેમના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જ્યારે આરોપીની ફોરેન્સિક ચકાસણી કરીને પહેલાં તો ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.
આ ઉપરાંત પોલીસે આરોપીની ગાડી પણ કબ્જે કરી છે અને તેની પણ ચકાસણી કરવામાં આવશે. ગાડીમાં કોઈ ફોલ્ટ હતો કે નહીં તેની ચકાસણી જે તે કાર કંપની પાસે કરાવવામાં આવશે તેમ પોલીસનું કહેવું છે. બે જણના મોત થવાના પગલે બે કુટુંબ નોંધારા બની ગયા હતા. મૃતકના કુટુંબીજનો અને આપ્તજનોના રીતસર આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. હજી હમણા જ નીકળેલા તેમના બે સગા ઘડીના છઠ્ઠા ભાગમાં જાણે કાળનો કોળિયો બની ગયા તે વાત સ્વીકારવી જ તેમના માટે અઘરી હતી.તેઓના આંસુ સૂકાતા ન હતા.
આખા વિસ્તારનું વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. પોલીસ પોતે પણ તેમના દુઃખને જોઈને થોડી ઢીલી થઈ ગઈ હતી. આ કુટુંબો માટે સ્થિતિ હવે ઉપર આભ તો નીચે ધરતી જેવી થઈ ગઈ છે. કુટુંબના મોભી જવાથી તેમના જીવનમાં જાણે બધી જ રીતે ખાલીપો સર્જાયો છે. આવડું મોટુ જીવન એકલા હાથે પાર પાડવાની જવાબદારી જાણે તેમના શિરે આવી ગઈ છે.
આ પણ વાંચો: Vadodara News/વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ નિતીન ગડકરીને પત્ર લખ્યો, ટોલ ટેક્સમાં બમણો વધારાની પુનઃ વિચારણા અંગે
આ પણ વાંચો: Vadodara News/વડોદરામાં 12.71 લાખની ઠગાઈ કરી શખ્સ ફરાર, મુથુટ ફાઇનાન્સ કંપનીને ભરોસો મુકવો ભારે પડ્યો
આ પણ વાંચો: Vadodara News/વડોદરા સાવલી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો, હત્યા થઈ હોવાની શંકા

