Not Set/ પનામા પેપર્સના મામલે બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સહિત કેટલાય મોટા લોકોના નામ સામે આવ્યા

પનામા પેપર્સના મામલે બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સહિત કેટલાય મોટા લોકોના નામ સામે આવ્યા છે..આ મામલે આવકવેરા વિભાગ ખુબ જ ઝડપથી તપાસ કરી રહ્યું છે… આ મામલામાં વધુ જાણકારી એકઠી કરવા માટે એક અધિકારીને બ્રિટિશ આઇસલેન્ડ પણ મોકલાવામાં આવ્યો છે.. આવકવેરા વિભાગ પનામા પેપર્સમાં સામે આવેલા 33 નામો સામે કેસ દાખલ કરી દીધો છે..અને કેટલાક […]

World

પનામા પેપર્સના મામલે બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સહિત કેટલાય મોટા લોકોના નામ સામે આવ્યા છે..આ મામલે આવકવેરા વિભાગ ખુબ જ ઝડપથી તપાસ કરી રહ્યું છે… આ મામલામાં વધુ જાણકારી એકઠી કરવા માટે એક અધિકારીને બ્રિટિશ આઇસલેન્ડ પણ મોકલાવામાં આવ્યો છે.. આવકવેરા વિભાગ પનામા પેપર્સમાં સામે આવેલા 33 નામો સામે કેસ દાખલ કરી દીધો છે..અને કેટલાક લોકો સામે તપાસ ચાલી રહી છે…..પનામા પેપર્સ મામલામાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને તેમના પદ પરથી હટાવી દેવાયા હતા…. જો કે અમિતાભ બચ્ચની વિરુદ્ઘમાં આરોપીની તપાસ થઇ રહી છે.પણઅમિતાભ બચ્ચનનું કહેવું છે કે દસ્તાવેજોમાં સામે આવેલ કોઈપણ ફર્મમાં તેઓ સામેલ નથી, કે કોઈ સંબધ નથી. આથી અમે સીધી રીતે તપાસ શરૂ નથી કરી શકતા. પણ આવકવેરા વિભાગ વધુ જાણકારી મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે…..પનામા પેપર્સના દસ્તાવેજો પનામા સ્થિત એક લૉ ફર્મ મોસેર ફોન્સેકોએ લીક કર્યા હતા. આ ફર્મની 35 દેશોમાં ઓફિસ છે. પનામા પેપર્સમાં 50 દેશોના 140 રાજનેતાઓના નામનો ઉલ્લેખ છે. કે જેમના વિદેશી એકાઉન્ટ છે. જેમાં 12 હાલના ને પૂર્વ રાષ્ટ્રઅધ્યક્ષના નામ પણ સામેલ ચે. તે ઉપરાંત ખેલાડીઓ, સત્તાવાળા અને ફોર્બ્સની યાદીમાં સામેલ છે તેવા 29 અબજપતિઓના નામ આ પેપરમાં છે.