નવી દિલ્લી
બોલીવુડના એક્ટર અજય દેવગણની ફિલ્મ રેડ ૧૬ માર્ચના રોજ રીલીઝ થઇ હતી. આ ફિલ્મે રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફીસ પર ધમાકેદાર કમાણી કરી લીધી છે. ટ્રેન્ડ એનાલીસ્ટ રમેશ બાલાએ શનિવારે પોતાના ઓફીશીયલ એકાઉન્ટ પર લખ્યું હતું કે અજય દેવગણ અને ઈલીયાના ડીકૃઝની ફિલ્મ ‘ રેડ’ એ બોક્સ ઓફીસ પર લગભગ ૧૦.૫૦ કરોડની કમાણી કરી છે. રેડ ફિલ્મમાં અજય દેવગણની એક્ટિંગને લઈને ચાહકોએ તેના ખુબ વખાણ કર્યા છે.
. @ajaydevgn – @Ileana_Official 's #Raid is off to a good start at the Box office..
Day 1 All-India Nett Early Estimates are pegged at ₹ 10.50 Crs..
— Ramesh Bala (@rameshlaus) March 17, 2018
#Raid Overseas Day 1:#USA – US$87,244* [₹ 56.777 Lacs]#AUS – US$20,783 [₹ 13.50 Lacs]#NZL – US$10,407 [₹ 6.76 Lacs]@ajaydevgn @Ileana_Official
— Ramesh Bala (@rameshlaus) March 17, 2018
રેડ ફિલ્મે અમેરિકામાં ૨૬.૭૭ લાખ, ઓસ્ટ્રેલીયામાં ૧૩.૫૦ લાખ આને ન્યુઝીલેન્ડમાં ૬.૭૬ લાખની કમાણી કરી છે.
તમને જણાવી દઈએ કે, રેડ ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે જેમાં ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા રેડ પાડવામાં આવે છે. ઉપરાંત અજય દેવગણનો એક અલગ અંદાજ પણ જોવા મળ્યો છે સામાન્ય રીતે અજય ફિલ્મોમાં એક્શન દ્રશ્યો ભજવતો જ જોવા મળે છે પરંતુ આ ફિલ્મમાં તે આંખના ઇશારાથી બખૂબી એક્શન કરતો જોવા મળી રહ્યો છે.
‘ રેડ ‘ ફિલ્મના ડાયરેક્ટર રાજ કુમાર ગુપ્તા છે. ફિલ્મના ડાયલોગ રીતેશ શાહે લખ્યા છે.

આ ફિલ્મમમાં અજય દેવગણ ઇન્કમ ટેક્સ ઓફીસની ભૂમિકામાં છે. જે કાળા નાણાના સખ્ત વિરોધી છે. ઈલીયાના તેની પત્નીના રોલમાં છે. આ ફિલ્મ વર્ષ ૧૯૮૧ની સૌથી મોટી રેડ એટલે કે દરોડાની સત્ય ઘટના પર આધારિત છે.
ફિલ્મનું શુટિંગ લખનઉમાં કરવામાં આવ્યું છે. દેશભરમાં ફિલ્મ ૩૪૦૦ સ્ક્રીન પર રીલીઝ કરવામાં આવી છે. રેડ ફિલ્મ કુલ 35 કરોડના બજેટમાં બની છે.
