મુંબઈ
‘સલમાન ખાન’ને ‘જેક્લીન ફર્નાન્ડીઝ’ ખુબ જ પસંદ છે. ‘કિક’ ફિલ્મમાં બંને સાથે કામ કરી ચુક્યા છે અને આગમી ફિલ્મ ‘રેસ-3’માં પણ બન્ને સાથે જોવા મળશે.

હાલ જેક્લીન ફર્નાન્ડીઝ ફિલ્મ ‘બાગી-2’નું ગીત ‘એક દો તીન’ના કારણે ખુબ જ ચર્ચાઈ રહી છે. પરંતુ આ સોંગ ફિલ્મ ‘તેજાબ’નું હીટ સોંગ છે કે જે ‘માધુરી દીક્ષિત’ પર ફિલ્માવામાં આવ્યું હતું અને તેને કલ્ટ સોંગ માનવામાં આવે છે.

સોશિયલ મીડિયામાં જેક્લીનની આ ગીત માટે ઘણી બુરાઈ કરવામાં આવી રહી છે અને સાથે સાથે તેના ડાન્સ માટે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

ફિલ્મ ‘તેજાબ’ના નિર્દશક એન.ચન્દ્રા અને મૂલ ગીતોની કોરિયોગ્રાફર સરોજ ખાન ફિલ્મ ‘બાગી-2’ના ફિલ્મ મેકર્સના સામે આ ગીતના કારણે કાનૂની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છે. આ બંનેનું માનવું છે કે આ ગીતને મજાક બનાવી દીધું છે.

વિવાદોના કારણે સલમાન ખાન જેક્લીનની ઢાલ બનીને ઉભા રહ્યા છે અને પોતાની દોસ્ત જેક્લીનના સમર્થનમાં ‘ટ્વીટ’ પણ કર્યું છે.
Loved d song, Jackie has done full justice 2 d legendary moves of Saroj khan difficult to match Madhuri. Nice 2 see Varun n Jackie to our songs makes us proud n keeps d songs alive n fans listening, dancing n having a blast. Makes me proud . Enjoy Karo !https://t.co/qQ6nfnSAD1
— Salman Khan (@BeingSalmanKhan) March 21, 2018
સલમાનને આ સોંગ ખુબજ પસંદ આવ્યું છે અને જેક્લીનને આ ગીતને પૂરો ન્યાય આપ્યો છે અને આ રીતે સલમાને જેક્લીનની વિવાદોથી બચાવવાની કોશિશ કરી હતી.

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘બાગી-2’ના નિર્માતા ‘સાજીદ નડિયાદવાલા’ છે કે જે સલમાના ખાનના અકિલ દોસ્ત છે.
મહત્વનું છે કે, ફિલ્મ ‘બાગી-2’નો હીરો ‘ટાઈગર શ્રોફ’નું કહેવું છે કે જયારે પણ તમે રીમેક કરો છો ત્યારે તો પ્રતિક્રિયાઓ મિશ્રિત થાય છે અને અમે તો માધુરી મેડમને આદ્રરાંજલિ આપી છે. જેક્લીનની આ સોંગ માટે ખુબજ મહેનત કરી છે અને ‘ગણેશ આચાર્ય’એ ખુબજ સરસ કોરિયોગ્રાફ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે જેક્લીનએ માધુરી દીક્ષિતથી આ ગીત પર પ્રતિક્રિયા માંગી હતી પરંતુ માધુરીએ કોઈ જવાબ આપ્યો નથી.



