દિલ્લી,
દુનિયાભરમાં હાલ ચર્ચાનો વિષય બનેલા ફેસબુક ડેટા લીક મામલાને લઇ ભારતની રાજકીય પાર્ટીઓમાં ભૂકંપ આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા છે. આ વિવાદ સામે આવ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના તમામ નેતાઓ બીજેપી પર નમો એપને લઇ સવાલો ઉભા કરી હુમલો બોલી રહ્યા છે. પરંતુ આ મામલે હવે કોંગ્રેસ પાર્ટીની એપ (with INC) અને મેમ્બરશિપ વેબસાઈટ (membership.inc.in) પર ડેટા ચોરીના આરોપો લાગી રહ્યા છે. આ હવે પાર્ટી દ્વારા એપ (with INC)ને પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી છે તેમજ કોંગ્રેસ પાર્ટીના મેમ્બરશિપ વેબસાઈટ (membership.inc.in)ને બંધ કરવામાં આવી છે.
The WithINC app is a membership app & has not been in use for over 5 months since we moved membership to https://t.co/HkouqDJ8hN from 16th Nov 2017.
The URL (https://t.co/s6EcGp0Oet) quoted by the media is the defunct URL from the app. The actual membership URL can be seen below pic.twitter.com/bXFXBEdcUg— Congress (@INCIndia) March 26, 2018
જો કે કોંગ્રેસના એપ અને મેમ્બરશિપ વેબસાઈટને હટાવવા મામલે હવે પાર્ટી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા આ આરોપો અંગે ખુલાસો કરતા જણાવવામાં આવ્યું છે કે, “withINC એપ એ પાર્ટીની એક મેમ્બરશિપ એપ છે અને ૧૬ નવેમ્બર ૨૦૧૭માં આ એપને inc.inમાં ફેરફાર કર્યા બાદ છેલ્લા ૫ મહિનાથી વધુ સમયથી આ એપનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મીડિયા દ્વારા membership.in નામની જે URL જણાવવામાં આવી છે તે એક નિષ્ક્રિય યુઆરએલ છે. તમે નીચે જોઈ રહ્યા છો એ વાસ્તવિક URL છે”.
Congress deletes its official mobile phone application from Google's Play Store after reports that the data from the app was being routed to servers in Singapore. pic.twitter.com/dVYdikXEJS
— ANI (@ANI) March 26, 2018
આ પહેલા રાહુલ ગાંધી દ્વારા પહેલા નમો એપને લઇ આરોપો લગાવ્યા બાદ હવે કોંગ્રેસની એપ (with INC) પર પણ સવાલો ઉભા થયા છે. કોંગ્રેસની એપ (with INC) પર આરોપ છે કે, “આ એપ્લિકેશનને મોબાઈલમાં ઇન્સ્ટોલ કર્યા બાદ યુઝરના તમામ ડેટા સિંગાપુર સ્તિથ પોતાના સર્વરમાં પહોચી જાય છે”.
આ આરોપો સામે આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટી પોતાના જ આરોપોમાં ફસાઈ ગઈ છે અને હવે પાર્ટી દ્વારા એપ (with INC)ને પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી છે તેમજ કોંગ્રેસ પાર્ટીના મેમ્બરશિપવાડી વેબસાઈટ (membership.inc.in)ને બંધ કરવામાં આવી છે.
When you apply for membership in the official @INCIndia #android #app, your personal data are send encoded through a HTTP request to https://t.co/t1pidQUmtq. pic.twitter.com/6RH0ORYrQd
— Baptiste Robert (@fs0c131y) March 26, 2018
આ પહેલા ફ્રાંસના એલિયટ એલ્ડરસન નામના એક હેકરના ટ્વીટર હેન્ડલ (@fc0c131y)ના એક ટ્વીટ દ્વારા રવિવારે દાવો કરવામાં આવ્યો હતો કે, કોંગ્રેસના એપ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ જાણકરી મને મળી છે અને હું ડિટેલ્સ કાલે જાહેર કરીશ.
આ ઉપરાંત એલ્ડરસને સોમવારે સવારે વધુ એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં લખવામાં આવ્યું, “જયારે તમે કોંગ્રેસના એન્ડ્રોઇડ એપ પર પોતાની મેમ્બરશિપ માટે આવેદન કરો છો ત્યારે તમારી તમામ જાણકારી membership.inc.in પર આવી જાય છે. જો કે આ ટ્વીટ બાદ જ કોંગ્રેસની એપ (with INC)ને પ્લે સ્ટોરમાંથી અને પાર્ટીની વેબસાઈટ ગાયબ છે”.
Hi! My name is Narendra Modi. I am India's Prime Minister. When you sign up for my official App, I give all your data to my friends in American companies.
Ps. Thanks mainstream media, you're doing a great job of burying this critical story, as always.https://t.co/IZYzkuH1ZH
— Rahul Gandhi (@RahulGandhi) March 25, 2018
મહત્વનું છે કે, રવિવારે સવારે એક ટ્વીટ દ્વારા રાહુલ ગાંધીએ નામો એપને લઇ હુમલો બોલ્યો હતો. રાહુલ ગાંધીએ ફ્રાંસના આ વ્યક્તિના ટ્વીટનો આધાર લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેઓએ પોતાના ટ્વીટમાં જણાવ્યું, “હાઈ, હું નરેન્દ્ર મોદી છું, હું ભારતનો પ્રધાનમંત્રી છું. જયારે તમે મારી ઓફિશિયલ એપ પર લોગીન કરો છો ત્યારે હું તમારી તમામ જાણકારી અમેરિકામાં મારા મિત્રોની કંપનીઓને આપી દઉં છું”.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ ફ્રાંસના એક હેકરના ટ્વીટ પર આધારિત એક માહિતી શેર કરી હતી. એલિયટ એલ્ડરશન નામના આ હેકરે પોતાના ટ્વીટમાં દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીની એપ ડાઉનલોડ કરવાવાળા લોકોની વ્યક્તિગત માહિતી બીજી થર્ડ પાર્ટીને આપવામાં આવી રહ્યા છે.
