મુંબઈ
સુપરસ્ટાર અજય દેવગણ અને ઇલીયાના ડીક્રૂઝની ફિલ્મ ‘રેડ’ રીલીઝ થયા બાદ કઈ ખાસ કમાણી કરી ન હતી. પરંતુ ગયા અઠવાડીએ આ ફિલ્મના કલેકશનમાં વધારો જોવા મળ્યો છે. દર્શકોએ આ ફિલ્મ જોયા પછી આ ફિલ્મની પબ્લિકસીટી થઈ છે તે આ ફિલ્મ માટે ઘણી મોટી વાત છે. સોમવારે ‘રેડ’ ફિલ્મે 2.25 કરોડની કમાણી કરી છે. આ કલેક્શન સાથે આ ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી 77.36 કરોડ સુધી થઇ ચુકી છે.
મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મે ‘પેડમેન’ કરતા પણ વધારે કમાણી કરી ચુકી છે અને હવે જલ્દી જ આ ફિલ્મ 2018ની ત્રીજા નંબરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની શકે છે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મની સ્ટોરી 1980 લખનઉંની છે એક ઈમાનદાર ઇન્કમટેક્ષ અધિકારી પર આધારિત બનાવવામાં આવી છે જેનું નામ અમય પટનાયક છે આ ફિલ્મની સ્ટોરીમાં એક અજાણ્યા વ્યક્તિ દ્રારા ભષ્ટાચાર નેતા તાઉજી પાસેથી ગેરકાનૂની સંપતી છે તેવી માહિતી મળે છે ત્યારબાદ અમય પોતાનો જીવ જોખમમાં મુકીને ત્યાં રેડ પાડે છે. આ ફિલ્મના સોંગ પર સુપરહીટ છે. જેમાં અજય અને ઈલીયાના બન્ને ખુબજ સરસ અભિનય કર્યું છે.
અજયની ઘણી ફિલ્મો છે કે જેમાં તેઓએ અધિકારીની ભૂમિકા નિભાવી છે પરંતુ આ ફિલ્મમાં વર્દી વગરના અભિકારીની ભૂમિકા નિભાવી છે. જે અદભુત છે.
