Not Set/ આતંકવાદી હુમલાના ૬ વર્ષ બાદ મલાલા પાકિસ્તાન પરત ફરી

નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યૂસૂફજઈ હુમલા બાદ પ્રથમ વખત પાકિસ્તાન પરત ફરી છે. મલાલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસીની સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. જોકે, અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંવેદનશીલતાને ધ્યાને લેતા મલાલાની મુલાકાતનો કાર્યક્રમ ગુપ્ત રાખવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે, મલાલા ચાર દિવસ સુધી પાકિસ્તાનમાં રહેશે. પાકિસ્તાની મીડિયા અનુસાર મલાલા ગુરવાર […]

Top Stories

નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યૂસૂફજઈ હુમલા બાદ પ્રથમ વખત પાકિસ્તાન પરત ફરી છે. મલાલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસીની સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. જોકે, અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંવેદનશીલતાને ધ્યાને લેતા મલાલાની મુલાકાતનો કાર્યક્રમ ગુપ્ત રાખવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે, મલાલા ચાર દિવસ સુધી પાકિસ્તાનમાં રહેશે. પાકિસ્તાની મીડિયા અનુસાર મલાલા ગુરવાર સવારે દુબઈના રસ્તે પાકિસ્તાનમાં પહોંચી હતી. તેમની સાથે મલાલા ફંડ ગ્રૂપના અધિકારીઓ પણ છે.

મલાલા યૂસૂફજઈ પશ્ચિમોત્તર પાકિસ્તાનમાં બાળકોના શિક્ષણના અધિકાર માટે અભિયાન ચલાવી રહી હતી. તે તમામ લોકોને તાલીબાનના હુકમનામને નજરઅંદાજ કરી પોતાની બેહન, દીકરીઓને સ્કૂલ મોકલવાની વકાલત કરતી હતી. 2012માં તાલીબાની આતંકવાદીઓ એ બસમાં બેસી ગયા હતા. જેમાં મલાલા તેના ફ્રેન્ડસ સાથે સ્કૂલમાં જતી હતી. તે સમયે બસને રોકીને એક આતંકીએ પૂછ્યું મલાલા કોણ છે? બધા લોકો ચુપ રહ્યા પણ તે લોકોને ખબર પડી ગઈ કે મલાલા કોણ છે અને આતંકીએ મલાલાના માથામાં એક ગોળી મારી.

9 ઓક્ટોબર 2012માં મલાલા પર સ્વાત ઘાટીમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મલાલા ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને તેના ઈલાજ માટે તેને બ્રિટનમા લઇ જવામાં આવી હતી. જ્યાં મલાલાને ક્વીન એલિજાબેથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મલાલા માટે દેશ-વિદેશમાં પ્રાથના કરવામાં આવી હતી અને તે ત્યાંથી સ્વાસ્થ્ય થઈને પાછી ફરી હતી.

છોકરીઓની શિક્ષણ અને તેના અધિકારોની લડાઈ લડનાર બહાદુર મલાલાને બહાદુરી માટે સયુંકત રાષ્ટ્ર દ્વારા મલાલાના 16મા જન્મદિવસ પર 12 જુલાઈને મલાલા દિવસ જાહેર કરાયો. મલાલાને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત 2013મા કરાઈ હતી. તે જ વખતે 2013મા યુરોપિયન યુનિયનનું પ્રતિષ્ઠત શૈખરોવ માનવાધિકાર પુરસ્કાર પણ મલાલાને મળ્યો હતો.

જોકે, પાકિસ્તાનના હિંસાગ્રસ્ત સ્વાત પ્રદેશની મુલાકાત લેશે કે કેમ તે અંગે ઔપચારિક રીતે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. મહત્વનું છે કે, સ્વાતમાં તેમનું ઘર આવેલું છે.