Not Set/ LIVE: અમદાવામાં BRTS બસોને કરાઈ સસ્પેન્ડ,15 બસોની તોડફોડ, ધી કાંટા કોર્ટના દરવાજા કરાયા બંધ

અમદાવાદ, એસટી-એસસી એક્ટમાં ફેરફાર વિશે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે દલિત સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં દેશભરમાં દલિત સંસ્થાઓએ બંધનું એલાન કર્યું. જેમાં રાજકીય પક્ષોએ પણ ટેકો આપ્યો છે. ત્યારે અમદાવાદ સહિત ગુજરાત અને દેશભરમાં વિરોધ કરવા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. તો આ તરફ અમદાવાદમાં પણ દલિત સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. […]

Top Stories

અમદાવાદ,

એસટી-એસસી એક્ટમાં ફેરફાર વિશે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે દલિત સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં દેશભરમાં દલિત સંસ્થાઓએ બંધનું એલાન કર્યું. જેમાં રાજકીય પક્ષોએ પણ ટેકો આપ્યો છે. ત્યારે અમદાવાદ સહિત ગુજરાત અને દેશભરમાં વિરોધ કરવા લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.

તો આ તરફ અમદાવાદમાં પણ દલિત સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યુ હતુ. સારંગપુર આંબેડકરની પ્રતિમા પાસે લોકોની ભીડ જામી હતી. અમદાવાદ સહિત રાજકોટના જેતપુરમાં સજ્જ બંધ જોવા મળ્યુ હતુ. ભારત બંધના એલાનને પગલે શહેરભરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

અમદાવાદમાં બંધ : ક્યાં ? શું થયું ?

દલિતોનાં બંધના એલાનના પગલે બબાલ ચાલી રહી છે. અમદાવાદ અનેક વિસ્તારોમાં દલિતો રસ્તા પર ઉતર્યા છે અને રોડ ચક્કાજામ કરી રહ્યા છે. અમરાઇવાડીમાં પથ્થરમારાની ઘટના પણ સામે આવી છે. પથ્થરમારા બાદ પોલીસે સ્થિતીને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહી છે.

ભારતબંધના એલાનને લઇને દલિત સમુદાયના લોકોનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. હાઇવે પર ચક્કાજામ. તો ક્યાંક ટાયર સળગાવીને વિરોધ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે હવે દલિત સમુદાયના લોકોએ કોર્ટને પણ બંધ કરાવવા માટે નિકળ્યા છે.

ધી કાંટા કોર્ટ ખાતે દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને કોર્ટને પણ બંધ કરાવવાનો નિર્ણય લીધો હતો. સાથે જય ભીમ જય ભીમના નારા પણ લગાવ્યા હતા. મોટી સંખ્યામાં દલિત સમુદાયાના લોકો એકઠા થતાં પોલીસે કોર્ટ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને કોર્ટના દરવાજા પણ બંધ કરી દીધા હતા.

આંબાવાડીથી માંડીને સીજી રોડ સુધી દુકાનો બંધ કરાવવા માટે દલિતોના ટોળા નીકળ્યા હતા, સારંગપુર બસ ડેપો બંધ કરાયો, પૂર્વ વિસ્તારમાં ચક્કાજામ કરવામાં આવ્યો.

દાણીલીમડામાં દલિતો મોટી સંખ્યામાં રસ્તા પર બેસી જતાં ચક્કાજામ કરવામાં આવ્યો છે અને BRTS બસોના ટાયરની હવા પણ કાઢી નાખવામાં આવી છે. દલિત સમાજ દ્વારા બાવળા હાઇવે પર ચક્કાજામનો પ્રયાસ કરાયો છે

અમરાઈવાડી, સીટીએમ, જશોદાનગર, પુનિતનગર પાસે દલિતોએ ચકકાજામ કરીને દુકાનો બંધ કરાવી હતી. અમદાવાદના ખોખરા, અનુપમ થિયેટર, કાકરિયા પાસે દલિતો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા, દુકાનો બંધ કરાવી છે.