Not Set/ કાળીયાર મારવાના કેસમાં સલમાન ખાનને કોર્ટે જામીન આપ્યાં

જોધપુર, કાળીયારને મારવાના કેસમાં સલમાન ખાનને જામીન મળ્યાં છે.શનિવારે બપોરે જોધપુરની સેશન્સ કોર્ટના જજ રવિન્દ્ર કુમાર જોશીએ સલમાનને જામીન આપ્યાં હતા.આ અગાઉ મેટ્રોપોલિટીન મેજીસ્ટ્રેટે સલમાનને 5 વર્ષની સજા ફટકારી હતી. સલમાન ખાનની જામીન અરજી પર જોધપુરના ડીસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ રવિન્દ્ર કુમાર જોશી સુનવણી કરી રહ્યાં હતા.જો કે રવિન્દ્ર કુમારની બદલી થતાં તેમના સ્થાને નવા […]

Top Stories

જોધપુર,

કાળીયારને મારવાના કેસમાં સલમાન ખાનને જામીન મળ્યાં છે.શનિવારે બપોરે જોધપુરની સેશન્સ કોર્ટના જજ રવિન્દ્ર કુમાર જોશીએ સલમાનને જામીન આપ્યાં હતા.આ અગાઉ મેટ્રોપોલિટીન મેજીસ્ટ્રેટે સલમાનને 5 વર્ષની સજા ફટકારી હતી.

સલમાન ખાનની જામીન અરજી પર જોધપુરના ડીસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ રવિન્દ્ર કુમાર જોશી સુનવણી કરી રહ્યાં હતા.જો કે રવિન્દ્ર કુમારની બદલી થતાં તેમના સ્થાને નવા જજની નિમણુંક થઇ હતી.જો કે સલમાનની જામીન અરજી પર જજ રવિન્દ્ર કુમારે જ સુનવણી ચાલુ રાખી હતી.સુનવણી દરમિયાન સલમાનના વકિલોએ તેને જામીન કેમ આપવા જોઇએ તે માટે દલીલો કરી હતી.બીજી તરફ બિશ્નોઇ સમાજના વકિલ અને સરકારી વકિલે સલમાનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

શુક્રવારે સેશન્સ કોર્ટમાં સલમાનની જામીન અંગે માત્ર દલીલો જ સાંભળવામાં આવી હતી અને ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.આજે ચુકાદો આપતા કોર્ટે સલમાનને જામીન આપી હતી એટલે હવે તેનું જેલમાંથી નીકળવું સંભવ બનશે.

ઉલ્લેખનીય છેકે જજ રવિન્દ્ર જોશીની જગ્યાએ જિલ્લા અને સેશન્સ જજ જોધપુર ગ્રામીણના પદ પર ચંદ્રકુમાર સોનગરાને ભીલવાડાથી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.