અમદાવાદ
ધકધકતા તાપ અને વધતી જતી ગરમીથી લોકો હાલ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ઘરથી બહાર નિકળવુ તો દૂર ઘરમાં પણ લોકોને ગરમીએ પોતાની ચપેટમાં લઈ લીધા છે. બહારની ખાણી-પીણીથી જાત-જાતની બિમારીઓની ચપેટમાં પણ લોકો આવી રહ્યા છે. બદલાતા વાતાવરણમાં પોતાને ફિટ રાખવા માટે પોતાની જીવનશૈલીમાં પણ ફેરફાર કરવાની જરુર હોય છે, જેથી ગરમીમાં પોતાને સ્વસ્થ રાખી શકાય. ગરમીમાં હૃદયને ત્વચા સુધી લોહી પહોંચાડવા માટે ઘણુ જોર લગાવવુ પડતુ હોય છે.

એવામાં તાપમાનનુ 42 ડિગ્રી સુધી પહોંચવા પર એ જરુરી હોય છે કે, હીટ સ્ટ્રોક, ડિહાઈડ્રેશન, ફ્લુ, ચિકન પોક્સ અને ડાયરીયા જેવી બિમારીઓ વ્યક્તિને થવાની શક્યતા વધી જતી હોય છે. એટલે જ જરુરી છે કે, આનાથી બચવા માટે સાવધાની રાખવી જાઈએ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ના માનદ મહાસચિવ ડો.કે કે અગ્રવાલે જણાવ્યુ કે, ગરમીઓમાં વૃદ્ધો, બાળકો અને હૃદયરોગથી પીડિતો, ડાયાબિટીસ અને હાઈપરટેન્શનના દર્દીઓને સમસ્યા નડી શકે છે. એટલે જ આનાથી બચવુ જરુરી છે.

ગરમીમાં મોટાભાગના લોકોના શરીરમાંથી પાણીની ઘટ જોવા મળે છે. એવામાં પાણીની ઘટને પૂરી કરવા માટે ડો.કે કે અગ્રવાલે જણાવ્યુ કે, તરસ ન લાગી હોય તો પણ પાણી પીતા રહો. કારણ કે, પાણી જ તમને ગરમીમાંથી રાહત આપશે. હૃદય રોગીથી પીડિતોને ધકધકતી ગરમીમાં ઘરની અંદર જ રહેવુ
જોઈએ, કારણ કે ગરમીમાં હૃદયને ત્વચા સુધી લોહી પહોંચાડવા માટે ઘણુ જાર લગાવવુ પડતુ હોય છે અને વધુ જોર એટલે કે મહેનત પણ ઘણીવખત જીવ જોખમમાં નાંખી શકે છે. જંક ફુડ અને રસ્તા પરની ખાણી-પીણીની લારીઓથી બને તેટલા દૂર રહો. કારણકે ગરમીની સીઝનમાં બહારની ચીજવસ્તુ તમારા સ્વાસ્થ્યને ગંભીર બીમારીમાં સંડોવી શકે છે. ડોક્ટર અગ્રવાલના જણાવ્યા મુજબ, ગરમીમાં દિવસમાં બે વખત લીંબુ સરબતનું સેવન કરો, તેમજ શેરડીનો રસ, મોંસબી, નારંગીના જ્યુસનું સેવન કરો.
