શિમલા,
હિમાચલ પ્રદેશમાં કાળજું કંપાવી નાખે તેવી ઘટના બની છે. હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લાના નૂરપુરના મલક્વાલ નજીક આવેલા રોડ પરથી બસ પસાર થઇ રહી તે સમયે 200 ફૂટ નીચે ખાઈમાં બસ પડી હતી જેમાં 23 બાળકોના મોત થયા છે.
Kangra school bus accident #UPDATE: Himachal Pradesh Education Minister Suresh Bhardawaj confirms that death toll has risen to 20
— ANI (@ANI) April 9, 2018
મળતી માહિતી મુજબ, બજીર રામ સિંહ પઠાનિયા મેમોરિયલ સ્કૂલની બસ ચેલી ગામની નજીક લગભગ 200 ફૂટ નીચે ખાઈમાં પડી ગઈ હતી.
I've been told 9 children died & several got injured in the incident. Spoken with the Chief Secy, DG & Dy Commissioner. NDRF immediately deployed. Rescue operation underway with the help of locals. I've ordered for magisterial probe: Himachal CM on #Kangra school bus accident pic.twitter.com/5GqKJHmcxp
— ANI (@ANI) April 9, 2018
આ દર્દનાક ઘટના લગભગ ૩ વાગ્યાને આસપાસ બની હતી. સ્કૂલમાંથી બાળકો છુટીને બસમાં બેસીને ઘરે આવી રહ્યા, શરુઆતની તપાસ મુજબ એવું બહાર આવી રહ્યું છે કે, જયારે ડ્રાઈવર બસને લઈને આવી રહ્યો હતો તે સમયે વળાંક પર તે બસનું નિયત્રણ ખોઈ બેઠો અને બસ સીધી 200 ફૂટ નીચે ખીણમાં ખાબકી હતી જેમાં 23 બાળકોના દર્દનાક મોત થયા હતા.
हिमाचल के मुख्यमंत्री @jairamthakurbjp से बात कर दुर्घटना की विस्तृत जानकारी ली और दुर्घटना में घायल हुए लोगों को तुरंत अच्छी से अच्छी स्वास्थ्य सहायता मिल सके इस संदर्भ में PGI चंडीगढ़ के अधिकारियों को आवश्यक निर्देश दिए।
— Jagat Prakash Nadda (@JPNadda) April 9, 2018
કેન્દ્રીય મંત્રી જેપી નંદાએ ટ્વીટ કરીને કહ્યું કે હિમાચલના કાંગડામાં થયેલી સ્કૂલ બસ દુર્ઘટનામાં બાળકોના મોત થવાથી હું ખુબ જ દુઃખી છું. ભગવાન આં સંકટના સમયમાં પરિવારજનોનેશક્તિ આપે. ઘાયલ થયલા બાળકો જલ્દી સ્વસ્થ થઇ જાય તેવી હું કામના કરું છું.
