Not Set/ IPL 2018 : KKRના આ યુવા ખેલાડીએ કેપ્ટન કોહલી પર કરી અભદ્ર ટિપ્પણી

કોલકત્તા, રવિવારે કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ૪ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. પરંતુ આ મેચ દરમિયાન KKRના મિડલ ઓર્ડર બેટ્સમેન અને કામચલાઉ સ્પિનર નિતીશ રાણાએ પોતાનો કાબુ ગુમાવતા એવી હરકત કરી હતી કે ત્યારબાદ ક્રિકેટની રમતની ખેલ ભાવના દુભાઈ હતી. હકીકતમાં, ટોસ હરિને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી […]

Sports

કોલકત્તા,

રવિવારે કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં યજમાન કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ૪ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. પરંતુ આ મેચ દરમિયાન KKRના મિડલ ઓર્ડર બેટ્સમેન અને કામચલાઉ સ્પિનર નિતીશ રાણાએ પોતાનો કાબુ ગુમાવતા એવી હરકત કરી હતી કે ત્યારબાદ ક્રિકેટની રમતની ખેલ ભાવના દુભાઈ હતી.

હકીકતમાં, ટોસ હરિને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમના સ્ફોટક ખેલાડી એ બી ડીવિલિયર્શે અને કેપ્ટન વિરાટ કોહલી જયારે શાનદાર બેટિંગ દ્વારા KKRના બોલરોની ધુલાઇ કરી રહ્યા હતા ત્યારે કોલકત્તાના કેપ્ટન દિનેશ કાર્તિકે કામચલાઉ સ્પિનર નિતીશ રાણાને બોલિંગ આપવાનો નિર્ણય કર્યો હતો.

https://twitter.com/VinayTr85616518/status/983006469254721536

જો કે ત્યારબાદ દિનેશ કાર્તિક માટે પોતાનો આ નિર્ણય રાણાએ યોગ્ય ઠેરવતા સ્ફોટક ખેલાડી એ બી ડીવિલિયર્શને પેવેલિયન તરફ ભેગો કર્યો બાદ કેપ્ટન વિરાટ કોહલીને પણ આઉટ કર્યો હતો. પરંતુ કોહલીને આઉટ કર્યા બાદ નિતીશ રાણાએ આક્રમક અંદાજમાં ખુશી વ્યક્ત કરી હતી પરંતુ આ દરમિયાન તે પોતાની ખેલ ભાવના ભૂલ્યો હતો અને કોહલીને અભદ્ર ભાષામાં અપશબ્દો જડ્યા હતા.

નિતીશ રાણા દ્વારા કહેવામાં આવેલા આ અપશબ્દો બાદ કેપ્ટન કોહલીની સાથે સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત ક્રિકેટ ફ્રેન્ડસ પણ હેરાન થઇ ગયા હતા. જો કે ત્યારબાદ આ ઘટના અંગે એક વિડીયો પણ વાઈરલ થયો છે.