Not Set/ ઇન્ડિગોની ફ્લાઈટમાં મચ્છરની ફરિયાદ કરવી યાત્રી માટે પડ્યું ભારે, સ્ટાફ દ્વારા કરાઈ મારપીટ

દિલ્લી, ઇન્ડિગો એરલાઇન્સ વધુ એકવાર તેઓના સ્ટાફના વર્તનના કારણે ચર્ચાનું વિષય બન્યું છે. ઇન્ડિગોની ફ્લાઈટમાં એક યાત્રીને એટલા માટે જબરજસ્તીથી ઉતારવામાં આવ્યો કારણ કે તેઓએ વિમાનની અંદર મચ્છર હોવાની ફરિયાદ કરી હતી. આ વાત જાણીને તમે ચોંકી જશો પણ આ એક સત્ય છે. હકીકતમાં એક સૌરભ રાય નામના હાર્ટ સર્જન ઇન્ડિગોની ફ્લાઈટમાં ઉત્તરપ્રદેશના લખનઉથી બેંગલુરુ […]

India

દિલ્લી,

ઇન્ડિગો એરલાઇન્સ વધુ એકવાર તેઓના સ્ટાફના વર્તનના કારણે ચર્ચાનું વિષય બન્યું છે. ઇન્ડિગોની ફ્લાઈટમાં એક યાત્રીને એટલા માટે જબરજસ્તીથી ઉતારવામાં આવ્યો કારણ કે તેઓએ વિમાનની અંદર મચ્છર હોવાની ફરિયાદ કરી હતી. આ વાત જાણીને તમે ચોંકી જશો પણ આ એક સત્ય છે.

હકીકતમાં એક સૌરભ રાય નામના હાર્ટ સર્જન ઇન્ડિગોની ફ્લાઈટમાં ઉત્તરપ્રદેશના લખનઉથી બેંગલુરુ સુધીની યાત્રા કરી રહ્યા હતા. આ યાત્રા દરમિયાન તેઓએ ફ્લાઈટની અંદર રહેલા મચ્છરો અંગે ક્રું મેમ્બરને ફરિયાદ કરી હતી. પરંતુ આ મચ્છર અંગેની ફરિયાદ બાદ ફ્લાઈટના ક્રું મેમ્બરે ગેરવર્તન કરતા તેનો નિકાલ લાવવાના બદલે આ યાત્રી સાથે મારપીટ કરી હતી અને તેને વિમાનમાંથી જબરજસ્તીથી ઉતારવામાં આવ્યો હતો.

આ યાત્રી સાથે સવાર અન્ય મુસાફરે જણાવ્યું, “ડો. રાય બોર્ડિંગ પછી પોતાની સીટ પર બેઠા હતા. ત્યારે તેઓએ ફ્લાઈટની અંદર ઉડતા મચ્છર જોયા હતા અને ત્યારબાદ તેઓએ તેની ફરિયાદ એરલાઇન્સના સ્ટાફને કરી હતી. જો કે ત્યારબાદ ફ્લાઈટના સ્ટાફે તેઓને સખ્ત શબ્દોમાં બેંગલુરુની બીજી ફ્લાઈટ લેવાનું કહેતા નીચે ઉતારી દીધા હતા”.

ત્યાં ઉપસ્થિત અન્ય યાત્રીઓના જણાવ્યા મુજબ, ન તો કોઈ સ્ટાફ દ્વારા કે ન કોઈ સિક્યુરિટી દ્વારા ડોક્ટર રાયને ફ્લાઈટથી એરપોર્ટના ટર્મિનલ સુધી પહોચવા માટે કોઈ વાહન ઉપલબ્ધ કરાવ્યું હ્તું. ત્યારબાદ તેઓ પગપાળા ચાલીને ત્યાં પહોચ્યા હતા.

આ ઘટના બાદ એરલાઇન્સ દ્વારા સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ યાત્રીને એટલા માટે ઉતારવામાં આવ્યો કારણ કે તેઓ અન્ય યાત્રીઓ સાથે વિમાનને હાઇજેક કરવાની વાત કરી રહ્યા હતા.

એરલાઇન્સ દ્વારા વધુમાં જણાવતા કહેવામાં આવ્યું કે, સૌરભ રાયને લખનઉથી બેંગલુરુ જવાનું હતું. પરંતુ તેઓ જયારે ફ્લાઈટમાં આવ્યા તો તેમને મચ્છર અંગેની ફરિયાદ કરી હતી. કેબિન ક્રુંના મેમ્બર આ ફરિયાદ અંગે કોઈ નિદાન લાવતા આ પહેલા તેઓ ઉગ્ર થઇ ગયા હતા અને ધમકી આપતી ભાષાનો પ્રયોગ કર્યો હતો.

આ તમામ ઘટના સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ હતી અને ત્યારબાદ અન્ય યાત્રીઓને પણ ફ્લાઈટમાં મચ્છર હોવા અંગેની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ એરલાઇન્સના કર્મચારીઓએ માફી માંગી હતી.