ચેન્નઈ,
દક્ષિણ ભારતના રાજ્યો કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે ચાલી રહેલા કાવેરી નદીના પાણીને લઇ છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ વિવાદને લઇ ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચ પર પણ સંકટના વાદળો જોવા મળી રહ્યા છે.
મંગળવારે રમાનારી IPLની ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકત્તા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાનારી લીગ મેચને હાલ ગણતરીના કલાકો બાકી છે પરંતુ અત્યારસુધી આ મુકાબલાને લઇ સસ્પેન્સ યથાવત જોવા મળી રહ્યો છે.
Chennai: Protest by various groups outside MA Chidambaram Stadium in Chepauk, intensifies. They are agitating against #CSKvsKKR IPL match to be held at 8 pm. Heavy Police force deployed. #CauveryManagementBoard. pic.twitter.com/eFcOIfhcAt
— ANI (@ANI) April 10, 2018
કેટલાક તમિલ કાર્યકર્તાઓ દ્વારા કાવેરી જળ વિવાદને લઇ IPLની મેચ કરાવવાના વિરોધમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ટી વેલુંમુરુગનના નેતૃત્વ હેઠળ ટીવીકેના કાર્યકર્તાઓ દ્વારા સ્ટેડિયમને ઘેરવાનો પ્રયત્ન કરવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસ દ્વારા ટુંક જ સમયમાં હટાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ટીવીકેના કાર્યકર્તાઓ દ્વારા ચેન્નઈમાં IPLની મેચ નહીં કરાવવા અંગે નારેબાજી કરી હતી
Chennai: Tamizhaga Vazhvurimai Katchi (TVK) workers protest outside MA Chidambaram Stadium ahead of #CSKvsKKR IPL match at 8 pm, carry balloons stating, 'We do not want IPL, we want #CauveryManagementBoard.' pic.twitter.com/5fQu11Lo78
— ANI (@ANI) April 10, 2018
આઈપીએલની મેચનો વિરોધ કરી રહેલા ટીવીકેના કાર્યકર્તાઓ હાથમાં ગુબ્બારા લઈને આવી પહોચ્યા હતા. આ ગુબ્બારામાં લખવામાં આવ્યું, “અમે IPL ઈચ્છતા નથી, અમે કાવેરી મેનેજમેન્ટ બોર્ડ ઈચ્છીએ છીએ”.
૪૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓને કરાયા તૈનાત
બીજી બાજુ આ પ્રદર્શનને જોતા જ્યાં બંને IPLની ટીમો રોકાઈ છે ત્યાં સુરક્ષા વધારવામાં આવી છે તેમજ સ્ટેડિયમની આસપાસ પણ સુરક્ષાનો પુખ્તા બંધોબસ્ત કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સ્તિથીમાં મેચની સુરક્ષા માટે અંદાજે ૪૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
તમિલ સુપરસ્ટાર રજનીકાંત જતાવી ચુક્યા છે વિરોધ
મહત્વનું છે કે, આ પહેલા સુપરસ્ટાર રજનીકાંત પણ આઈપીએલની મેચો અંગે પોતાનો વિરોધ દર્શાવી ચુક્યા છે. રજનીકાંતે જણાવ્યું હતું કે, ચેન્નઈમાં મેચ રમવી એ એક શરમજનક બાબત છે કારણ કે તમિલનાડુના લોકો કાવેરી જળ વિવાદથી પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે અને અહિયાં મેચ યોજાવાની છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અહિયાં મેચ યોજાય છે તો ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓએ પોતાના હાથ ઉપર કાળા કલરની પટ્ટી બાંધવી પડશે. જેનાથી આ મુદ્દો આગળ વધે અને કાવેરી જળ વિવાદ પૂરો થાય.
Tamil Nadu govt & Chennai police has assured that security will be provided. I met Home Secretary, who spoke to the DGP, gave instructions that full security should be provided to the spectators, players & no untoward incidents should not happen: Rajeev Shukla IPL Commissioner pic.twitter.com/29sHQa1oTA
— ANI (@ANI) April 10, 2018
રાજીવ શુક્લાએ કહ્યું, નક્કી સમય પર થશે મેચ
આઈપીએલના કમિશનર રાજીવ શુક્લાએ મેચના સસ્પેન્સ અંગે જણાવ્યું હતું કે, “IPL ૧૧ના મેચ ચેન્નઈમાં નક્કી કરવામાં આવેલા શિડયુલ પ્રમાણે જ રમશે. આ માટે સુરક્ષાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, “રાજકારણમાં વિવાદોમાં આઈપીએલને ન ખેચવું જોઈએ”.
