મુંબઇ
બોલીવુડમાં ઘણા હીરો-હિરોઈન છે કે જે 50 વર્ષના થયા છે તેમ છતાં તેમની ફીટનેસ કોઇ યંગ લોકોને શરમાવે તેવી છે.આજે આપણે વાત કરવી છે સદા યંગ રહેતા ફીટ અભિનેતા અક્ષય કુમારની..

અક્ષય કુમાર 50 વર્ષથી ઉપરના થયા છે. તેમ છતાં પણ તેમનામાં એનર્જી અને સ્ટેમિના સાથે કામ કરે છે. તેમને જોઇને લાગે છે કે તે આવી બોડી અને સ્ટેમિના માટે જીમમાં જતા હશે અને સાથે સાથે જંક ફૂડ નહી ખાતા હોય.

પરંતું સચ્ચાઇ કંઇક જુદી છે,.અક્ષય કુમાર નથી જીમમાં જતા કે નથી આપણે ધારીએ છે તેવો ચુસ્ત ડાયેટ ફોલો કરતા.

અક્ષય કુમાર સવારે વહેલા 4:30 વાગ્યે ઉઠે છે અને ત્યારબાદ એક કલાક માર્શલ આર્ટ્સની પ્રેક્ટિસ કરે છે. જેમાં યોગા અને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ થઇ જાય છે અને તેના પછી એક કલાક મેડીટેશન કરે છે.

સ્ટેમિના વધારવા માટે અક્ષય બાસ્કેટબોલ અને કિકબૉકિંગ જેવી એક્ટીવીટીઝ પણ ડેલી રૂટીનમાં કરે છે અને રાતે 9 વાગ્યે તો સુઈ પણ જાય છે.

અક્ષય કુમાર સૂર્યાસ્ત બાદ કઈ પણ જમતા નથી તેમના બ્રેકફસ્ટમાં એક પરોઠું અને એક દુધનો ગ્લાસ, બપોરે અક્ષય ફ્રેશ ફ્રુટ ખાય છે લંચમાં રોટલી, દાળ, સબ્જી, ચીકન અને એક કટોરી દહીં ખાય છે. સ્નૅક્સમાં વિધાઉટ શુગર જ્યુસ અને ડિનરમાં સૂપ, સલાડ અને સબ્જી ખાય છે..અક્ષય કુમાર વિશે કહેવાય છે કે તે ક્યારેય રાતની પાર્ટીમાં જતાં નથી.

