Not Set/ CWG 2018 : 15 વર્ષનો શૂટર અનીશ બન્યો ગોલ્ડ મેડલિસ્ટ, તેજસ્વિની સાવંતે ગોલ્ડ અને સિલ્વર પર સાધ્યું નિશાન

ગોલ્ડ કોસ્ટ, કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતામાં ટોટલ 16 ગોલ્ડ મેડલનો વધારો નોધાયો છે. કોમનવેલ્થ ગેમ્સના 9માં દિવસે 15 વર્ષના અનીશે ગોલ્ડ પર નિશાન સાધ્યું છે. પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં રેકોર્ડ સાથે કોમનવેલ્થમાં સ્થાન બનાવ્યું છે. અનીશે 16 વર્ષની શૂટર મનુ ભાકેરનો રેકોર્ડ તોડ્યો છે. મનુએ આ જ સ્પર્ધામાં મહિલાઓની 10 મીટર એરરાયફલમાં ગોલ્ડ […]

Top Stories

ગોલ્ડ કોસ્ટ,

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખાતામાં ટોટલ 16 ગોલ્ડ મેડલનો વધારો નોધાયો છે. કોમનવેલ્થ ગેમ્સના 9માં દિવસે 15 વર્ષના અનીશે ગોલ્ડ પર નિશાન સાધ્યું છે. પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ સ્પર્ધામાં રેકોર્ડ સાથે કોમનવેલ્થમાં સ્થાન બનાવ્યું છે.

અનીશે 16 વર્ષની શૂટર મનુ ભાકેરનો રેકોર્ડ તોડ્યો છે. મનુએ આ જ સ્પર્ધામાં મહિલાઓની 10 મીટર એરરાયફલમાં ગોલ્ડ જીત્યો હતો. પુરુષોની 25 મીટર રેપીડ ફાયર પિસ્તોલમાં ખુબ જ શારુ પ્રદર્શન કર્યું હતું. ફાઈનલમાં અનીશે 30 અંક મેળવ્યા હતા. આ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાના સર્ગેઇ એવેલસ્કીને 28અંક સાથે સિલ્વરમેડલ મેળવ્યો હતો. ઈંગ્લેન્ડના સૈમ ગોવિને 17 અંક સાથે બ્રોન્ઝમેડલ પ્રાપ્ત કર્યો હતો.

https://twitter.com/virendersehwag/status/984650306939183104

અનીશનો સ્કોર 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલના ફાઈનલ સ્ટેજ એક પછી 13 હતો. સ્ટેજ બીજામાં એલિમિનેશનના પાંચ રાઉન્ડમાં 17 અંક વધારે પ્રાપ્ત કરી લીધા. કૂલ ૩૦ના સ્કોર સાથે તેમણે ગોલ્ડ મેડલ પર કબ્જો જમાવ્યો હતો.

તેજસ્વિની સાવંતે દેશ માટે 15મો ગોલ્ડમેડલ મેળવ્યો હતો. આ ગોલ્ડ મહિલાઓની 50મીટર રાઈફલ પોઝીશન-3માં પ્રાપ્ત કર્યો હતો. આ કોમનવેલ્થમાં તેમનો બીજો મેડલ છે. તેજસ્વિની સાવંતે મહિલાઓની 50મીટર રાઈફલ પ્રોન સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ફાઈનલમાં તેજસ્વિની સાવંતે 457.9 અંકો પ્રાપ્ત કર્યા હતા.

કોમનવેલ્થ ગેમ્સના 8માં દિવસે શૂટર તેજસ્વિની સાવંતે દિવસની શરૂઆતમાં જ એક મેડલ મેળવી લીધો હતો. તેજસ્વિની સાવંતે મહિલાઓની 50મીટર રાઈફલ પ્રોન સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. સિંગાપુરની માર્ટિના લિંડસે  621.0 અંક પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જયારે તેજસ્વિની સાવંતે 618.9 અંક સાથે બીજા સ્થાને પર રહી હતી. સ્કોટલૅન્ડની સિઓનેડ 618.1 અંક સાથે બ્રોન્ઝમેડલ જીત્યો હતો. આ સ્પર્ધામાં ભારતીય અંજુમ મૌદગિલ 602.2 અંક સાથે 16માં સ્થાને રહી હતી.

શૂટર શ્રેયસી સિંહે બુધવારના દિવસે પહેલો અને ભારત માટે 12મો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મુકાબલો ખુબ જ રોમાંચક રહ્યો હતો કોમનવેલ્થ ગેમ્સમાં શૂટર ઓમ મિથારવલે 50 મીટર પિસ્ટલમાં ભારતને બ્રોન્ઝમેડલ અપાવ્યો હતો તેમનો ફાઈનલ 53નો સ્કોર હતો. આ ઇવેન્ટમાં સ્કોટલૅન્ડના ડેવિડ મૈકમૈથને ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેમને 74 અંક પ્રાપ્ત કર્યા હતાં. જે કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ છે.