Not Set/ કઠુઆ રેપ કેસ: મેનકા ગાંધી કરશે માંગ, બાળકોના રેપ પર મળે મોતની સજા

કઠુઆમાં થયેલા રેપ કેસ પર આરોપીને સજા મળે તે માંગને લઈને થઇ રહ્યા પ્રદર્શન પર મહિલા અને બાળ વિકાસ મંત્રી મનેકા ગાંધીનું કહેવું છે કે સરકાર પોક્સો એક્ટમાં સુધારો કરવા માટે કેબિનેટમાં પ્રસ્તાવ લાવશે. આ સુધારા પ્રમાણે, 12 વર્ષથી ઓછા ઉંમરની બાળા પર રેપ કરવા પર મોતની સજાની જોગવાઈ રાખવામાં આવશે. અત્યાર સુધી પોસ્કો એક્ટના […]

India

કઠુઆમાં થયેલા રેપ કેસ પર આરોપીને સજા મળે તે માંગને લઈને થઇ રહ્યા પ્રદર્શન પર મહિલા અને બાળ વિકાસ મંત્રી મનેકા ગાંધીનું કહેવું છે કે સરકાર પોક્સો એક્ટમાં સુધારો કરવા માટે કેબિનેટમાં પ્રસ્તાવ લાવશે. આ સુધારા પ્રમાણે, 12 વર્ષથી ઓછા ઉંમરની બાળા પર રેપ કરવા પર મોતની સજાની જોગવાઈ રાખવામાં આવશે. અત્યાર સુધી પોસ્કો એક્ટના સેક્શન 3, 4 અને 6 પ્રમાણે રેપ પર આજીવન સજાની જોગવાઈ છે.

 

 

મનેકા ગાંધીએ વિડીઓ મેસેજમાં કહ્યું હતું કે તેઓ આ ઘટનાથી બહુ દુ:ખી છે. તેમણે જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય સોમવારે કેબિનેટ નોંધમાં પોક્સો ઍક્ટમાં સુધારો કરવાની માગણી કરશે અને પોક્સો એક્ટમાં સુધારો લાવશે. આ સુધારા પ્રમાણે, 12 વર્ષથી નાની ઉંમરની બાળા પર રેપ કરવાના કિસ્સામાં મૃત્યુની સજા ફટકારવામાં આવશે. તેમણે કહ્યું છે કે તેઓ કઠુઆ અને બાળકો સાથે થતી અન્ય બળાત્કારની ઘટનાથી ખૂબ જ નાખુશ છે.

 

 

આઠ વર્ષની બાળાનો 10 જાન્યુઆરીએ તેના ગામની પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું, તેને નશામાં રાખવામાં આવી હતી અને કેટલા દિવસો સુધી તેની સાથે કેટલાય લોકોએ ગેંગરેપ કર્યો હતો. જેમાં એક પોલીસ અધિકારી અને એક કિશોર પણ શામેલ હતા, અંતે તે બાળાને મારી નાખવામાં આવી. ચાર્જશીટ પ્રમાણે, તેનું માથું પથ્થરથી કચડવાના થોડા સમય પહેલા પોલીસ અધિકારીઓમાંના એક અધિકારીએ હત્યાને થોડા સમય માટે રોકવા જણાવ્યું, જેથી ફરી એકવાર તે બાળા સાથે રેપ કરી શકે.

બળાત્કારીઓમાંથી એક વ્યક્તિને તો ખાસ ઉત્તરપ્રદેશના મેરઠથી બોલાવવામાં આવ્યો હતો, જેથી તે પોતાની હવસ પૂરી કરી શકે.

બાળાનો શવ 17 જાન્યુઆરીના રોજ જંગલથી મળી આવી હતી. જ્યારે તેમના સમુદાય અને સ્થાનિક લોકોએ આ ઘટનાનો વિરોધ કર્યો,ત્યારે બે પોલીસે પુરાવા સાથે આરોપીઓને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

 

 

આ મામલામાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી સાંજીરામએ આ અપરાધની સાજીશ રચી હતી. આથી બખેરવાલ બંજારા સમુદાયના લોકોને ડરાવી શકાય અને તેમને રસાના ક્ષેત્રથી કાઢી શકાય. અન્ય આરોપિઓમાં સ્પેશિયલ પોલીસ ઓફિસર દીપક ખજુરીયા, સુરેન્દ્ર વર્મા અને પ્રવેશ કુમારુ સિવાય સાંજીરામનો સગીર ભત્રીજો તેમજ સાંજીરામનો પુત્ર વિશાલ જન્ગોત્રા પણ શામેલ છે.