કોરોના સંકટ વચ્ચે, ભારતમાં યુએસ એમ્બેસેડર કેન જસ્ટરે ભારતીય રેડ ક્રોસનાં મુખ્ય મથક ખાતે ભારતને 100 વેન્ટિલેટરની પ્રથમ ખેંપ સોંપી. આપને જણાવી દઇએ કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વિરુદ્ધ યુદ્ધમાં મદદરૂપ થયેલા ભારતને વેન્ટિલેટર આપવાનું વચન આપ્યું હતું. કોરોના સામેની લડતમાં વેન્ટિલેટર એક ખૂબ જ મહત્વપૂર્ણ શસ્ત્ર છે.
વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાંથી વેન્ટિલેટર લાવવામાં આવ્યા હતા. ટ્રમ્પે આજથી એક મહિના પહેલા 16 મે નાં રોજ ટિ્વટ કર્યું હતું કે, મને આ ઘોષણા કરતા ગૌરવ છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ભારતમાં મારા મિત્રો માટે વેન્ટિલેટર આપશે. અમે આ રોગચાળામાં ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છીએ. અમે રસી વિકસાવવા માટે પણ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે સાથે મળીને અદ્રશ્ય દુશ્મનને હરાવીશું.‘ ટ્રમ્પનાં આ ટ્વીટનાં જવાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને તેમનો આભાર માન્યો હતો અને ભારત અને અમેરિકાની મિત્રતાનો ઉલ્લેખ કર્યો હતો. વડા પ્રધાને કહ્યું હતું કે, “આ ઘડીમાં બધા રાષ્ટ્રોએ સાથે મળીને કામ કરવું અને વિશ્વને ખૂબ સ્વસ્થ અને કોવિડ- 19 થી મુક્ત બનાવવા માટે શક્ય તેટલું કામ કરવું મહત્વપૂર્ણ છે.”
Delhi: US Ambassador to India Ken Juster hands over the first lot of 100 ventilators from USAID (United States Agency for International Development) to India at the headquarters of the Indian Red Cross pic.twitter.com/3qLRE6VdYE
— ANI (@ANI) June 16, 2020
દેશમાં જીવલેણ કોરોના વાયરસનાં કેસ દિવસેને દિવસે રેકોર્ડ સ્તરે પહોંચી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,667 નવા કેસ નોંધાયા છે. વળી છેલ્લા એક દિવસમાં 380 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે દેશમાં મોતનો આંકડો 9,900 પર પહોંચી ગયો છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરનાં આંકડા મુજબ અત્યાર સુધીમાં 3,43,091 કેસ નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
