સિંધુ ઘાટી સભ્યતાથી જોડાયેલા ઘણા તથ્યો સામે આવ્યા રહ્યા છે. આ ક્રમમાં આઇઆઇટી ખડગપુરે પણ આ સભ્યતા ખતમ થઇ હતી તેને લઈને ઘણા તથ્યો જાહેર કર્યા છે. આ તથ્યો પ્રમાણે 4350 વર્ષ જૂની સિંધુ ઘાટી સભ્યતાનો વિનાશ એક દુષ્કાળના કારણે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુષ્કાળ 10-20 વર્ષ નહિ પરંતુ 900 વર્ષ સુધી પડ્યો હતો, જે કારણોથી આ સભ્યતાનો અંત થયો હતો.
આ પહેલા થિયરી સામે આવી હતી કે દુષ્કાળ 200 વર્ષ સુધી પડ્યો હતો, પરંતુ આ સ્ટડીએ આ થીયરીને ખોટી ઠેહરવી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ખબર પ્રમાણે આ અધ્યયન આ મહીને એક આંતરાષ્ટ્રીય પત્રિકામાં પણ પ્રકાશિત થશે. સ્ટડીમાં સામે આવ્યું છે કે 900 વર્ષ સુધી રહેલા દુષ્કાળના કારણે ત્યાના લોકો પલાયન માટે મજબુર થઇ ગયા હતા.

આઇઆઇટી ખડગપુરના ભૂવિજ્ઞાન અને ભુભૌતીકી વિભાગના શોધકર્તા 5,000 વર્ષથી ચોમાસાની અસ્થિરતા પર સંશોધન કરી રહ્યા છીએ. ત્યારે તેમને ખબર પડી હતી કે સદીઓ પહેલા હિમાલયના ઉત્તર-પશ્ચિમ ભાગમાં 900 વર્ષો સુધી વરસાદ નહોતો થયો. જે કારણે પાણીની અછત થઇ હતી અને તે બધી નદીઓ સુકાઈ ગઈ હતી જે કારણે સિંધુ ઘાટી સભ્યતાનું અસ્તિત્વ હતું. ત્યાંજ, પૂર્વ અને દક્ષીણમાં વરસાદ થવાની સ્થિતિ સારી હતી તે માટે ત્યાં રહેનાર લોકોને આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો નહોતો.
