Not Set/ ભારતમાં ઓનલાઈન માર્કેટમાં આ એપ્સ સૌથી વધુવાર થઇ રહી છે ડાઉનલોડ, જેનો તમે પણ યુઝ કરી શકો છો

દિલ્લી, આજના ટેકનોલોજીના યુગમાં દુનિયાભરના વ્યક્તિઓની જીવન આજે એપ્સ પર આધારિત થઇ રહ્યું છે. કોઈ ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે, કોઈ વ્યક્તિ સાથે ઓનલાઈન વિડીયો કોલિંગ કરવું છે, ટેક્સી બુક કરાવી છે, કોઈ બીલની ચુકવણી કરવી છે કે પછી કોઈ જમવાની વાનગી ઓર્ડર કરવી છે આજે કોઈ પણ વ્યક્તિ પાસે એપ્સ ઉપસ્થિત છે જેના દ્વારા […]

Tech & Auto

દિલ્લી,

આજના ટેકનોલોજીના યુગમાં દુનિયાભરના વ્યક્તિઓની જીવન આજે એપ્સ પર આધારિત થઇ રહ્યું છે. કોઈ ઓનલાઈન ટિકિટ બુક કરાવી છે, કોઈ વ્યક્તિ સાથે ઓનલાઈન વિડીયો કોલિંગ કરવું છે, ટેક્સી બુક કરાવી છે, કોઈ બીલની ચુકવણી કરવી છે કે પછી કોઈ જમવાની વાનગી ઓર્ડર કરવી છે આજે કોઈ પણ વ્યક્તિ પાસે એપ્સ ઉપસ્થિત છે જેના દ્વારા તેઓ કોઈ પણ કામ સહેલાઈથી કરી શકે છે.

app annieની એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ભારત દુનિયામાં સૌથી ઝડપથી વધી રહેલું મોબાઈલ એપ્સ માર્કેટ છે અને જેમાં આઈઓએસ અને એન્ડ્રોઇડ બંને શામેલ છે.

તમે નહિ જાણતા હોય પરંતુ ઓનલાઈન મોબાઇલ માર્કેટમાં આ ૧૦ એપ્લીકેશન સૌથી વધુ ડાઉનલોડ થવાના મામલામાં નંબર ૧ પર છે.

૧. ફેસબુક :

ભારતમાં ચાલુ વર્ષ ૨૦૧૮ના પ્રથમ ત્રણ મહિનામાં સૌથી વધુ વાર ડાઉનલોડ થનારી એપ ફેસબુક છે. આ પહેલા ૨૦૧૭માં પણ ફેસબુક સૌથી વધુ વાર ડાઉનલોડ થનારી એપ હતી.

૨. UC Browser :

UC Browser એ સોશિયલ મેસેન્જર વોટ્સએપ કરતા પણ વધુ વાર ડાઉનલોડ થનારી એપ છે. ૨૦૧૮ના પ્રથમ ત્રણ મહિનામાં સૌથી વધુ વાર ડાઉનલોડ કરવાના મામલે UC Browser બીજા નંબર પર છે.

UC Browser દ્વારા મફતમાં ફાસ્ટ બ્રાઉઝિંગ, ડેટા સેવિંગ, એડ બ્લોકર જેવા અનેક ફિચર્સ શામેલ છે.

૩. વોટ્સએપ :

ફેસબુકની સહમાલિકી હેઠળની વોટ્સએપ ૨૦૧૮ના પ્રથમ ત્રણ મહિનામાં સૌથી વધુ વાર ડાઉનલોડ કરવાના મામલે ત્રીજા નંબર પર છે. લોકપ્રિય સોશિયલ મેસેન્જર વોટ્સએપ આ વર્ષ દરમિયાન બીજા નંબરની પોઝિશનથી ત્રીજા નંબરે સરક્યું છે.

૪. ફેસબુક મેસેન્જર એપ્સ :

ફેસબુકનું મેસેન્જર એપ્સ- એફ્બી મેસેન્જર પોતાની જૂની સ્તિથી જાળવી રાખવામાં સફળ રહ્યું છે અને ડાઉનલોડ કરવાના મામલે ચોથા નંબર પર છે.

૫. SHAREit :

મીડિયા ફાઈલને શેયર કરવાના મામલે SHAREit પાંચમા નંબર પર છે.

૬. jio TV :

ગત વર્ષે લોન્ચ થયેલી jio TVએ ટુંક જ સમયમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે અને ડાઉનલોડ કરવાના મામલે છઠ્ઠા નંબર પર છે. આ એપ દ્વારા યુઝર્સ લાઇવ ટીવી સિરિયલ, મેચ સહિતના અનેક પ્રોગ્રામની મજા લઇ શકે છે.

૭. એયરટેલ TV :

૨૦૧૮ના પ્રથમ ત્રણ મહિનામાં સૌથી વધુ વાર ડાઉનલોડ કરવાના મામલે એયરટેલ TV સાતમાં નંબર પર છે

૮. હોટ સ્ટાર :

હોટ સ્ટાર પણ સૌથી વધુ વાર ડાઉનલોડ કરવાના મામલે ટોપ ૧૦માં શામેલ છે. ૨૦૧૮ના પ્રથમ ત્રણ મહિનામાં સૌથી વધુ વાર ડાઉનલોડ કરવાના મામલે આઠમા નંબર પર છે.