દિલ્લી,
કર્ણાટકમાં ૧૨ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને તમામ રાજકીય પક્ષો વચ્ચે ધમાસાણ જોવા મળી રહ્યું છે ત્યારે સોમવારે રાજ્યની વર્તમાન વિપક્ષી પાર્ટી ભાજપ દ્વારા અ ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. બીજી યાદીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ૮૨ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
Second list of 82 BJP candidates for ensuing general election to the legislative assembly of Karnataka 2018 finalised by BJP Central Election Committee. pic.twitter.com/8kWG2MrbsL
— BJP (@BJP4India) April 16, 2018
આ પહેલા ભાજપ દ્વારા કર્ણાટકની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા પહેલી યાદીમાં ૭૨ ઉમેદવારોના નામ જાહેર કારવામાં આવ્યા છે. આ સાથે ભાજપ દ્વારા વિધાનસભાની કુલ ૨૨૪ બેઠકોમાંથી ૧૫૪ ઉમેદવારોના નામ જાહેર કરાયા છે જયારે ૭૦ સીટો પર હજી સુધી કોઈ ઉમેદવારના નામની ઘોષણા કરવામાં આવી નથી. ભાજપ દ્વારા પહેલી યાદીમાં પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બી એસ યેદિયુરપ્પાને શિકારીપુરા સીટથી મેદાને ઉતારવામાં આવ્યા છે.
બીજી બાજુ વર્તમાન સત્તાધારી પક્ષ કોંગ્રેસ દ્વારા રવિવાર રાત્રે ૨૧૮ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કોંગ્રેસ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમેયાને ચામુંડેસ્વરી બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે. જયારે સિદ્ધારમેયાના પુત્ર યતીન્દ્રને વરુણા વિધાનસભા સીટ પરથી ટિકિટ આપવામાં આવી છે.
આ પહેલા રવિવારે ભાજપની સેન્ટ્રલ ઇલેકશન કમિટીની બેઠક મળી હતી જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યા હતા અને કર્ણાટકની ચૂંટણી માટે જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની બીજી યાદી નક્કી કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, ૨૦૧૩માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની કુલ ૨૨૪ સીટોમાંથી ૧૨૨ કોંગ્રેસ જીત્યું હતું જયારે ભાજપ ૪૦, જેડીએસ ૪૦ તેમજ BJPમાંથી બગાવત કરીને અલગ થયેલા બી એસ યેદિયુરપ્પાની પાર્ટી કેજેપીને માત્ર ૬ સીટ મળી હતી. જયારે અન્યના ફાળે ૧૬ સીટો આવી હતી.
