દેશના ઘણા રાજ્યોમાં કેશની અછત હોવાની ખબર બહાર આવતા વિત્ત મંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે અમુક ક્ષેત્રોમાં નોટોની માંગ અનપેક્ષિત રીતે ખુબ જ વધી છે. તેમને ટ્વીટ કરીને જણાવ્યું કે સરકારે દેશમાં કરન્સીના હાલતની સમીક્ષા કરે છે. વિત્તમંત્રીએ જણાવ્યું કે દેશમાં જરૂરતથી વધારે નોટ સરક્યુલેશનમાં છે અને બેંકમાં પણ નોટ પર્યાપ્ત માત્રામાં છે.
બીજી તરફ, કેન્દ્રીય વિત્ત રાજ્યમંત્રી શિવ પ્રસાદ શુક્લાએ જણાવ્યું છે કે અમુક ક્ષેત્રોમાં નોટોની અછત ત્રણેક દિવસમાં ખતમ થઇ જશે. તેમને જણાવ્યું હતું કે જે રાજ્યોમાં કેશની અછત છે, ત્યાં બીજા રાજ્યોની તુલનામાં ઓછી નોટ પહોંચી શકી છે. તેમને જણાવ્યું હતું કે સરકાર જરૂરીયાત મુજબ રાજ્યો વચ્ચે નોટોનું ઉચિત વિતરણ કરવાની દિશામાં કામ કરી રહી છે.
Have reviewed the currency situation in the country. Over all there is more than adequate currency in circulation and also available with the Banks. The temporary shortage caused by ‘sudden and unusual increase’ in some areas is being tackled quickly.
— Arun Jaitley (@arunjaitley) April 17, 2018
“એક સમસ્યા છે કે અમુક રાજ્યો પાસે ઓછી કરેંસી છે જયારે અન્ય રાજ્યો પાસે વધારે. અમે માત્ર ત્રણ દિવસમાં જ એવા રાજ્યોમાં નોટ ટ્રાન્સફર કરી દેઈશું જ્યાં નોટોની અછત છે” – શિવ પ્રસાદ શુક્લ, કેન્દ્રીય વિત્ત રાજ્યમંત્રી
શુક્લએ જણાવ્યું હતું કે, “અત્યારે અમારી પાસે 1 લાખ 25 હજાર કરોડ રૂપિયાની કેશ કરન્સી છે. એક સમસ્યા છે કે અમુક રાજ્યો પાસે ઓછી કરન્સી છે જયારે અન્ય રાજ્યો પાસે વધારે. સરકારે રાજ્ય સ્તર પર સમિતિની રચના કરી છે. ત્યાં જ, આરબીઆઈ એ પણ નોટોને એક રાજ્યથી બીજા રાજ્ય મોકલવાની કમિટીની રચના કરી છે.”
વિત્તમંત્રીએ ભરોસો અપાવ્યો છે કે જે રાજ્યોમાં નોટોની અછત છે ત્યાં ત્રણ દિવસોમાં નોટોની નવી ખેપ પહોંચાડી આપવામાં આવશે.
We've cash currency of Rs1,25,000 cr right now. There is one problem that some states have less currency&others have more.Govt has formed state-wise committee & RBI also formed committee to transfer currency from one state to other. It'll be done in 3 days: SP Shukla, Mos Finance pic.twitter.com/Xm4b4NhMqu
— ANI (@ANI) April 17, 2018
વાસ્તવમાં, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં ગત કેટલાક અઠવાડિયાથી ચાલતી કેશની અછતથી ખુબ ભયાનક સ્થિતિ રચાઈ છે. આખરે લોકોને એ નથી સમજાતું કે નોટો ગઈ તો ગઈ ક્યાં? સવાલ ઉઠી રહ્યા છે કે શું નોટ કાળાનાણાંના કરોબરીઓના કબજે તો નથી ચાલ્યા ગયા ને? કે પછી રિજર્વ બેંકે જ નોટોની સપ્લાય ઓછી નથી કરી દીધી ને?
People in Varanasi say, 'We do not know what or where the problem is but the common man is facing difficulty as the ATM Kiosks are not dispensing cash. We have visited 5-6 ATMs since morning. We need to pay for the admission of children and purchase groceries & vegetables'. pic.twitter.com/8eSGXU0NtU
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 17, 2018
થોડા દિવસો પહેલા અમુક રાજ્યોમાં શરુ થયેલી મોટોની કામિની સમસ્યા પૂર્વી મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાતમાં પણ ફેલાઈ ગઈ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તો આ પાછળ મોટા ષડ્યંત્રની આશંકા વ્યક્ત કરી છે. જેમ કે, કેન્દ્ર સરકારના સ્પષ્ટીકરણથી કેશ ક્રંચની અસલી કારણ જણાઈ આવ્યું છે.
