સીતાપુર, યુપી
સામાન્ય રીતે છોકરીઓ કે યુવતીઓ માનતી હોય છે કે તે તેના પિતા સાથે સુરક્ષિત છે. તે તેના પિતા સાથે છે તો તેને કોઈ જ નુકસાન નહિ થાય અને તે સુરક્ષિત રહેશે. પરંતુ એક પિતાએ તેની દીકરી સાથે એવું શરમજનક કાર્ય કર્યું છે જે વાંચીને તમે ચોંકી જશો.
ઉત્તર પ્રદેશમાં આવેલ યુપીના સીતાપુર જીલ્લામાં એક પિતાએ તેના મિત્રો સાથે મળીને પોતાની જ 35 વર્ષની દીકરી પર ગેંગ રેપ કર્યો છે. પિતાએ તેની જ દીકરીને તેના મિત્રોને ગીફ્ટ કરી દીધી છે. આ ઘટના 15 એપ્રિલની છે જયારે કમાલપૂરમાં મેળામાં આ પિતા અને પુત્રી ફરવા ગયા હતા. ત્યારે પિતાએ તેના એક મિત્ર મન સિંહને બોલવીને તેની દીકરીને ગીફ્ટ કરી દીધી. ત્યારબાદ મન સિંહ તે યુવતીને તેના ઘરે લઇ ગયો. ત્યાર તેનો બીજો મિત્ર તેમની રાહ જોઇને બેઠો હતો. ત્યારબાદ તે યુવતીનો પિતા પણ ત્યાં આવ્યો અને ત્રણેય મળીને તે યુવતી પર ગેંગ રેપ કર્યો.
તમને જણાવી દઈએ કે, આ યુવતી 18 કલાક સુધી તેમના તેઓએ તેને કેદ કરીને રાખી હતી. જેમતેમ કરીને આ યુવતી 16 એપ્રિલના દિવસે તેમની કેદમાંથી છુટીને તેની માતા પાસે ગઈ અને તેની માતાને સમગ્ર ઘટના વિશે જાણ કરતા જ યુવતીની માતા તેને લઈને પોલીસ સ્ટેશને પહોંચી અને સમગ્ર મામલો જણાવ્યો અને તે ત્રણેય સામે એફઆઈઆર નોંધાવી.
પોલીસે એક આરોપીની પકડી પાડ્યો છે અને યુવતીનો પિતા અને તેનો એક મિત્રની તલાશ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, આ યુવતીના 16 વર્ષે લગ્ન કરી દેવામાં આવ્યા હતા અને લગ્નના 2 વર્ષમાં આ યુવતી તેના પિતાના ઘરે આવી ગઈ હતી. તેના પતિ સાથે અણબનાવ થયા હોવાથી તેના પિતા સાથે જ રહેતી હતી.
