Not Set/ ફરી પેટ્રોલ-ડીઝલમાં ભડકો, છેલ્લા ચાર વર્ષના તમામ રેકોર્ડ તોડી ભાવ પહોંચ્યા આસમાને

પેટ્રોલ-ડીઝલમાં ભાવ છેલ્લા ચાર વર્ષના તમામ રેકોર્ડ તોડી આસમાને પહોંચી ગયા છે. સૌથી ખરાબ સ્થિતિ મુંબઈ શહેરમાં છે. હાલતો પેટ્રોલ-ડીઝલમાં કોઈ પણ પ્રકારની રાહત મળી શકે તેવું નજર નથી આવી રહ્યું. ઇન્ટરનેશનલ લેવલે ક્રૂડ ઓઈલમાં સતત જ વધારો થઈ રહ્યો છે જેનો સીધેસીધી અસર દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો પર પડી રહી છે. ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ પ્રમાણે […]

Business

પેટ્રોલ-ડીઝલમાં ભાવ છેલ્લા ચાર વર્ષના તમામ રેકોર્ડ તોડી આસમાને પહોંચી ગયા છે. સૌથી ખરાબ સ્થિતિ મુંબઈ શહેરમાં છે. હાલતો પેટ્રોલ-ડીઝલમાં કોઈ પણ પ્રકારની રાહત મળી શકે તેવું નજર નથી આવી રહ્યું. ઇન્ટરનેશનલ લેવલે ક્રૂડ ઓઈલમાં સતત જ વધારો થઈ રહ્યો છે જેનો સીધેસીધી અસર દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો પર પડી રહી છે.

ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ પ્રમાણે મુંબઈમાં પેટ્રોલના ભાવ 81.93 રૂપિયા પ્રતિલીટર થઇ ગયો છે.ચાર મહાનગરમાં ચેન્નઈ બીજા નંબરે છે પટ્રોલની કિંમતમાં .

પેટ્રોલના ભાવ પ્રતિલીટર.

મુંબઈ- 81.93 રૂપિયા.

ચેન્નઈ- 76.85 રૂપિયા.

દિલ્હી- 74.08 રૂપિયા.

ફરીદાબાદ- 74.84 રૂપિયા.

ગુડગાંવ- 74.60 રૂપિયા.

નોઇડા- 75.44 રૂપિયા.

ગાઝીયાબાદ- 75.33 રૂપિયા.

કોલકાતા- 76.78 રૂપિયા.

ડીઝલની કિંમતમાં દિલ્લી 65.31 રૂપિયા પ્રતિલીટર સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધી ડીઝલમાં ક્યારે મોઘું નથી થયું. 7 ફેબ્રુઆરીએ ડીઝલ 66.22 રૂપિયા પ્રતિલીટર સુધી પહોંચી ગયું હતું. સૌથી વધારે ભાવ મુંબઈમાં છે.

ડીઝલના ભાવ પ્રતિલીટર.

મુંબઈ- 69.54 રૂપિયા.

ચેન્નઈ- 68.90 રૂપિયા.

ફરીદાબાદ- 66.40 રૂપિયા.

ગુડગાંવ- 66.18 રૂપિયા.

નોઇડા- 65.46 રૂપિયા.

ગાઝીયાબાદ- 65.35 રૂપિયા.