Not Set/ ફરી એકવાર બોલીવુડની આ જોડી સાથે જોવા મળશે

મુંબઈ બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અભિષેક બચ્ચને ફિલ્મી પડદે બ્લફમાસ્ટર અને દોસ્તાના જેવી ફિલ્મોમાં એકસાથે કામ કર્યુ છે. દર્શકોએ તેમની જોડીને પસંદ પણ કરી ત્યારે હવે લાંબા સમય બાદ બન્ને ફરી એકવાર સાથે જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ, ડાયેક્ટર સોનાલી બોઝની ફિલ્મમાં બન્ને સાથે કામ કરવાના છે. ફિલ્મનુ નામ હજી નક્કી નથી […]

Entertainment

મુંબઈ

બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અભિષેક બચ્ચને ફિલ્મી પડદે બ્લફમાસ્ટર અને દોસ્તાના જેવી ફિલ્મોમાં એકસાથે કામ કર્યુ છે. દર્શકોએ તેમની જોડીને પસંદ પણ કરી ત્યારે હવે લાંબા સમય બાદ બન્ને ફરી એકવાર સાથે જોવા મળી શકે છે.

મળતી માહિતી મુજબ, ડાયેક્ટર સોનાલી બોઝની ફિલ્મમાં બન્ને સાથે કામ કરવાના છે. ફિલ્મનુ નામ હજી નક્કી નથી કરાયુ પણ તેની વાર્તા મોટી વિશનલ સ્પીકર આયશા ચૌધરી પર આધારીત હશે. આયશાને 13 વર્ષની ઉંમરે પલમોનરી ફાયબ્રોસીસ નામની બિમારી લાગુ પડી હતી. જેથી તેણે જીવનમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો. તે પોતાની મોટિવિશનલ સ્પીચના કારણે જાણીતી બની હતી. જો કે જાન્યુઆરી 2015માં માત્ર 18 વર્ષની ઉંમરે તેણે અંતિમ શ્વાસ લીધા.

તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને અભિષેક ફિલ્મમાં આયશાના માતા-પિતાનો રોલ ભજવશે.  જો કે આયશાના રોલ માટે અભિનેત્રી શોધવામાં આવી રહી છે.